Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

કર્ણાવતીમાં મંગળવારે ધર્માચાર્ય આશિર્વાદ સમારોહઃ સાધુ-સંતો પધારશે

સાંસ્કૃતિક સેલના કન્વીનરપદે મિલન કોઠારી અને સહ કન્વીનરપદે અરૂણ નિર્મળની વરણી

રાજકોટ,તા. ૩૦: વિશ્વના લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉત્ત્।ર પ્રદેશના વારાણસી ખાતે દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત તાજતરમાં કાશી કોરિડોર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દેશભરમાંથી સાધુ-સંતો મહંતશ્રીઓએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તથા મહામંત્રી સર્વશ્રી નાગદાનભાઈ ચાવડા મનસુખભાઈ રામાણી મનીષભાઈ ચાંગેલાએ આ કાર્યક્રમને અનુલક્ષીને રાજકોટ જિલ્લા સાંસ્કૃતિક સેલના મિલન કોઠારીની ઇન્ચાર્જ તરીકે તથા રાજકોટ જિલ્લા પ્રેસ મીડિયા અરૂણભાઇ નિર્મળની સહ ઇન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવેલ છે.

કાર્યક્રમ વિશેષ માહિતી આપતાં મિલન કોઠારી  અને અરૂણ નિર્મળએ જણાવેલ હતું કે ભારતની સાંસ્કૃતિક ધરોહર સાચવવાનું જે કાર્ય આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી  રહ્યું છે. દિવ્ય કાશી ભવ્ય કાર્યક્રમ અંતર્ગત ૪ જાન્યુઆરીના મંગળવારે સાંજે ૪ કલાકે રિવરફ્રન્ટ , વલ્લભ સદન પાછળ,  કર્ણાવતી મહાનગર ખાતે ભવ્ય ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ રાખવામાં આવેલ છે.

 આ અભિવાદન સમારંભમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ તેમજ ગુજરાત પ્રદેશના અપેક્ષિત હોદ્દેદારો તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી ધર્માચાર્ય નું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમ ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ સમિતિ ગુજરાતના નેજા હેઠળ યોજાશે  અને જેમના ઇન્ચાર્જ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા તેમજ આ કાર્યક્રમના સહ ઇન્ચાર્જ ધર્મેન્દ્રભાઈ શાહને જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા,ભાયાવદર, ધોરાજી, જામકંડોણા,જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, લોધીકા, રાજકોટ તાલુકો, પડધરી તાલુકા, જસદણ, વિછિયા તાલુકા સહિત ઉપરોકત ધર્માચાર્ય આશીર્વાદ સમારોહમાં રાજકોટ જિલ્લાના ધર્માચાર્યો મંદીરના પિઠાધિપતિ સાધુ સંતો મહંતશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તેમ મિલન કોઠારી (મો.૯૮૨૪૨ ૯૪૫૩૧) અને અરૂણ નિર્મળ(મો. ૯૮૨૪૪ ૧૬૬૩૯)ની સંયુકત યાદીમાં જણાવેલ છે. 

(3:07 pm IST)