Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

રાજકોટ આવતા મુખ્યમંત્રીનું કાલે ભાજપ લીગલ સેલ સન્માન કરશે

રાજકોટ,તા. ૩૦ : પ્રદેશ ભા.જ.પ લીગલ સેલના સંયોજક દીલીપ પટેલ રાજકોટ શહેર લીગલ સેલના સંયોજક અંશ ભારદ્વાજ, સી.એચ.પટેલ, એન.આર.જાડેજા, ધર્મેશ સખીયા, હરેશ પરસોડા, અજય પીપળીયા તથા પ્રદેશ કારોબારીના હીતેશ દવેએ રાજકોટમાં રાજ્યના લોક લાડીલા મુખ્યમંત્રીશ્રી આવતીકાલે પધારવાના હોય, ભા.જ.પ. લીગલ સેલ દ્વારા સન્માનવા તડામાર તૈયારીઓ થઇ રહેલ છે.

શહેર ભા.જ.પ.ના પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા હર હંમેશની માફક આ વર્ષે પણ ભા.જ.પ. લીગલ સેલને વિશેષ જવાબદારીઓ આપેલ હોય, અજય પીપળીયા, યોગેશ ઉદાણી, સુમિત વોરા, સિધ્ધરાજસિંહ જાડેજા, રૂપરાજસિંહ પરમાર, કમલેશ ડોડીયા, આબીદ શોશન, હેમાંગ જાની, વિરેન  વ્યાસ, વીમલ ડાંગર, રાજેન્દ્રસિંહ ગોહીલ, કલ્પેશ નસીત દ્વારા કાર્યક્રમમાં વકીલ વધુને વધુ જોડાઇ તે માટે મીટીગો શરૂ કરવામાં આવેલ છે.

લીગલ સેલના જીતેન્દ્ર પારેખ, રાજેશ મહેતા, ભરત બદાણી, જયપ્રકાશ ફુલારા, ધર્મેશ પરમાર, સતીષ દેથલીયા, એન.ડી.જેઠવા, જયસુખ બારોટ, વિવેક ધનેશા, અશોક ત્રાંબડીયા, જયદેશ શુકલા, જગદીશ ચોટલીયા સહિતના વકીલોની મીટીંગ શરૂ કરી અને કાર્યક્રમ સફળ બનાવવા કમર કસેલ છે. 

(3:06 pm IST)