Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

૧૦૮ આચાર્યશ્રી વસુનન્દીજી મહારાજ આ.ઠા.નો ભવ્ય નગર પ્રવેશ સંપન્ન :કાલે સવારે વ્યાખ્યાન

દિગંબર જૈન જિનાલય, વૈદવાડી, ગોંડલ રોડ ખાતે પધરામણી : શનિવારના રોજ જુનાગઢ ગીરનાર તરફ વિહાર

રાજકોટ તા. ૩૦શહેરના આંગણે દિગંબર જૈન સમાજના આચાર્ય ભગવંત ૧૦૮ આચાર્યશ્રી વસુન્નદીજી મહારાજ આ.ઠા.રરનો ભવ્ય નગર પ્રવેશ વિરાણી વાડીથી સુમતીનાથ દિગંબર જૈન જિનાલય જ્ઞાન તપોવન, ગોંડલ રોડ ખાતે બેન્ડ બાજાની સુરાવલી અને સામૈયા દ્વારા સંપન્ન થયેલ.

શ્વેતપીરછી આચાર્ય વિધ્યાનંદજી મહારાજના શીષ્ય, ધૌલપુર (રાજસ્થાન)માં જન્મેલા, જેમને બરાસો લિન્ડ (રાજસ્થાન) ૧૯૮૮ માં છુલ્લક દીક્ષા લીધેલ. માત્ર રર વર્ષની ઉમરમાં તેમને લિન્ડમાં જ મુની દિક્ષા લઇ નિર્ણય સાગરનું મહારાજ નામ ધારણ કર્યુ. દિલ્હીમાં વિશ્વાસનગરમાં તેમને ર૦૦ર માં ઉપાધ્યાયપદ ધારણ કરીને તેઓ શ્રી વસુનન્દીજી મહારાજ નામથી ઓળખાયા. તેમની રસરૂચિ અધ્યયન, લેખન, અધ્યાયન, ધ્યાન ચિંતન, સંયમ, સાધના, અનશન, પરીત્યાગ વગેરેમાં ખૂબ જ રહી છે. તેઓ અત્યાર સુધી ૪૮૦૦૦ થી પ૦૦૦૦ કિલો મીટર સુધી પદયાત્રા કરી ચૂકયા છે. તેમણે ૩પ થી વધારે દિક્ષાઓ આપેલ છે. 'મીઠા પ્રવચન' ૧, ર, ૩, 'વસુનન્દી ઉપાચ',  'આહાર દાન' તેમના લખેલા પ્રસિધ્ધ પુસ્તકો  છે. તેમને યુવાવતી, દિક્ષા સમ્રાટ, મોક્ષ માર્ગદર્શક, વાત્સલ્ય રત્નાકર વગેરે અનેક ઉપનામો મળેલ છે.

ગઇકાલે શ્રી રાજકોટ દિગમ્બર જૈન સમાજ, શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ તથા સમસ્ત જૈન સમાજતથા ભાવીકોએ દશર્નનો લાભ લીધો હતો આજે સવારે  પૂ. શ્રી વિહાર કરીને શ્રી ૧૦૦૮ સુમતીનાથ દિગમ્બર જૈન જીનાલય જ્ઞાનતપોવન, ગોંડલ રોડ, વૈદવાડી-કોર્નર-રખાતે ભવ્ય સામૈયા અને બેન્ડ બાજાની સુરાવલી સાથે પધરામણી કરી હતી. પૂ.શ્રી ૧૦૮ આચાર્યશ્રી વસુનન્દીજી મહારાજતા. ૩૦, ૩૧ ડીસેમ્બર તથા ૧ જાન્યુઆરી ર૦રર સુધી ત્યાંજ સ્થિરતા કરશે. આજે બપોરે પુ.શ્રીએ વ્યાખ્યાનવાણી ફરમાવેલ. કાલે સવારે ૯ વાગ્યે પણ વ્યાખ્યાન યોજાશે.પૂ.શ્રી તા.૧નેશનિવારના રોજ જુનાગઢ ગીરનાર તરફ વિહારના ભાવ ધરાવે છ. ેભાવિકોને મહારાજ શ્રીના દર્શનનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

(3:05 pm IST)