Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

મુખ્યમંત્રીનુ કાલે ચેતન રામાણી શાલ અને સાફાથી સન્માન કરશે

રાજકોટ તા. ૩૦ :.. ગુજરાત રાજયના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલ તા. ૩૧ ના સુસાશન પર્વના રાજયકક્ષાના સમાપન સમારોહમાં મુખ્ય પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત આપણા શહેર રાજકોટ ખાતે આવી રહ્યા છે તેમજ તેમની સાથે રાજયના પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીજી પણ ઉપસ્થિતિ રહેશે અને રાજકોટ ભાજપ પરિવાર દ્વારા તેઓના સત્કાર માટે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યુ છે.

વિવિધ સેલના આગેવાનો, વિવિધ મોરચાના હોદેદારો-કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, સામાજીક-સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધીઓ પણ મુખ્ય પ્રધાનનું સન્માન કરવાના હોય ત્યારે ખાસ ખેડૂત અગ્રણી ચેતનભાઇ રામાણી મુખ્યપ્રધાનનું સાલ ઓઢાળી, સાફો પહેરાવીને સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ આપી કાઠીયાવાડી ઢળથી સ્વાગત અભિવાદન કરશે.

રામાણીએ જણાવ્યું કે આ તકે રાજકોટ જીલ્લા ભાજપના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબના આગમનને લઇને થનગનાટ જોવા મળ્યો છે.

તેમજ ચાલી રહેલ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, તાલુકા ભાજપ અગ્રણી બાબુભાઇ નસીત, લોધીકા તાલુકા આગેવાન મોહનભાઇ દાફડા, મુકેશભાઇ તોગડીયા, મુકેશભાઇ કામાણી, દિલીપભાઇ કુગશીયા, ઉમેશભાઇ દેસાઇ, નરેશભાઇ રામાણી, વિઠલભાઇ રામાણી દેખાયા હતાં. 

(3:05 pm IST)