Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

અનુસુચિત જાતિ સમાજ દ્વારા શનિવારે શૌર્ય રેલી

ડો. આંબેડકરનગરથી પ્રારંભ થઇ હોસ્પિટલ ચોક જશે : બાબા આંબેડકરને ફુલડે વધાવી સમાપન

રાજકોટ તા. ૩૦ : સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા ભીમા કોરેગાંવ મહાર શૌર્ય દિવસની ઉજવણી નિમિતે તા. ૧ ના શનિવારે 'શૌર્ય રેલી'નું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે આ અંગે વિગતો વર્ણવતા અનુસુચિત જાતિ સમાજના આગેવાનોએ જણાવેલ કે આ દિવસ સ્વાભિમાનને યાદ કરવાનો દિવસ છે. ૧-૧-૧૮૧૮ ના દિવસે ૫૦૦ મહા યોધ્ધાઓએ ૨૮૦૦૦ પેશવાઓના જાતિ જુલ્મ અને અમાનવીય અત્યાચાર સામે સ્વાભિમાન અને બરાબરની પ્રતિષ્ઠાની લડાઇ લડી જીત મેળવવામાં આવી હતી.

ત્યારે આ શૌર્ય દિવસની ઉજવણીમાં તા.૧ ના શનિવારે વિશાળ રેલીનું આયોજન સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા કરાયુ છે. સવારે ૯ વાગ્યે ડો. આંબેડકરનગર પ્રવેશ દ્વાર ખાતેથી રેલી શરૂ થઇ નિયત રૂટ પર ફરી હોસ્પિટલ ચોકમાં પહોંચશે. જયાં ડો. બાબા આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી સમાપન કરાશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે રેલીની વિગતો વર્ણવતા સમસ્ત અનુસુચિત જાતિ સમાજના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા) 

(3:04 pm IST)