Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

મનપાની ૩૬૪ આંગણવાડીઓ ખાતે 'પોષણ કિટ' નું વિતરણ

 રાજકોટ : મહાનગર પાલિકા અર્બન આઇ.સી.ડી.એસ.વિભાગ રાજકોટ શહેરના બાળકો કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતા પોષણશમ આહાર મેળવે તે બાબતે સતત જાગૃત અને કાર્યરત રહે છે. 'આઝાદી કા અમૃત મહોત્સવ' તેમજ સુસાશન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત 'ગુડ ગવર્નન્સ ડે'ની  તા. ર૭ ના રોજ રાજકોટ શહેરની તમામ આંગણવાડી ખાતે ઉજવણી કરવામાં આવેલ છે. કાર્યક્રમ ઉજવણીના ભાગ રૂપે આઇ.સી.ડી.એસ.ના શાખાના પોગ્રામ ઓફીસર સંકલિત બાળવિકાસ યોજના અધિકારી અને મુખ્ય સેવીકા દ્વારા અલગ-અલગ સ્થળનીવિઝિટ કરવામાં આવી અને રાજકોટ મહાનગરપાલિકાની કુલ ૩૬૪ આંગણવાડીઓ ખાતે રાજકોટ શહેરના મજુર વિસ્તાર, બાંધકામની સાઇટ, ઝૂંપડપટ્ટી વિસ્તારની સર્ગભા બહેનોને 'પોષણ કિટ' નું વિતરણ કરવામાં આવેલ છેે. જેમાં ૧૧૬૧ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ અને તેમને પોષણ કિટ આપવામાં આવેલ છે. તમામ આંગણવાડી ખાતે કાર્યક્રમ સફળ બને તે હેતુથી પ્રોગ્રામ ઓફીસરના માર્ગદર્શન હેઠળ ઘટક ૧, ર અને ૩ સી.ડી.પી.ઓ. મુખ્યસેવીકા અને કાર્યકર અને તૈડાગર બહેનોએ જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.(

(3:03 pm IST)