Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

વોર્ડ નં. ૧૧માં શકિતનગર સોસાયટી તથા ડી.એમ. પાર્ક રી-કાર્પેટ ડામર કામનો પ્રારંભ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડામર પેવર એકશન પ્લાન્ટના કામો શરૂ કરવામાં આવેલ છે. જેના અનુંસધાને વોર્ડ નં.૧૧માં રૂ/.૧.૭ કરોડ ના ખર્ચે શકિતનગર સોસાયટી તથા ડી.એમ. પાર્ક (મવડી ગામ) માં મેયર ડૉ.પ્રદિપ ડવ ના હસ્તે પેવર કામનો શુભારંભ કરવામાં આવ્યો.  આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતા શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, ૭૧-રાજકોટ વિધાનસભા ઈ.ચાર્જ રાજુભાઈ બોરીચા, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટરશ્રીઓ રણજીતભાઈ સાગઠીયા, લીલીબેન છગનભાઈ જાદવ, વિનુભાઈ સોરઠીયા, ભારતીબેન પાડલીયા, મગનભાઈ સોરઠીયા, વોર્ડ નં ૧૧ ના પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રી હરસુખભાઈ માકડિયા,  મહામંત્રી સંજયભાઈ બોરીચા, ઉપપ્રમુખ મુકેશભાઈ પંડિત, વોર્ડ નં ૧૨ પ્રભારી પ્રવિણભાઈ ઠુંમર, જીતુભાઈ ધામેલીયા, શિવાભાઈ ગમસા, ફર્નાડીઝ પાડલીયા, જયદીપભાઈ વસોયા ઉપસ્થિત રહેલ.(

(3:03 pm IST)