Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

વર્ચ્યુઅલ વેન્ડર્સ મીટ

સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજયુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રોજેકટ લાઇફ સંચાલિત એન.આર.જી. સેન્ટર અને ગુજરાત રાજય બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશન ગાંધીનગરના સંયુકત ઉપક્રમે વર્ચ્યુઅલ વેન્ડર્સમીટનું આયોજન કરાયુ હતુ. જેમાં વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ અને વેપારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. ગાંધીનગરના મામલતદાર ઉત્કર્ષ ભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં એનઆરજી સેન્ટરના ચેરપર્સન શ્રીમતી મિતલબેન કોટીચા શાહે જણાવેલ કે રાજય બિનનિવાસી વધુમાં વધુ વેન્ડર્સ જોડાય અને ગુજરાત સરકારની આ કામગીરીમાં સહભાગી થાય. એન.આર.જી. સેન્ટરના સેક્રેટરી ઋષિકેશ પંડયાએ પોતાના વકતવ્યમાં માહીતી પુરી પાડી હતી. ઉપરાંત ચિંતન પ્રજાપતિ અને કેએસપીસીના ડી. જી. પંચમિયાએ પણ પ્રાસંગીક ઉદ્દબોધન કરેલ. 

(3:02 pm IST)