Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ કોમ્પીટીશનમાં ઇમરાન અંસારી બીજા સ્થાને

રાજકોટ : નેકસેસ ફીટનેસ કલબ આર.કે. બિલ્ડર, ટી.ઇ. ફીટનેશ અને સ્પોર્ટસ તથા નીધી સ્કુલના સહયોગથી બાલભવન ઓપન થીએટર ખાતે ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન 'સૌરાષ્ટ્ર શ્રી ૨૦૨૧' નું આયોજન કરાયુ હતુ. જેમાં રાજકોટના રૈયા રોડ પર આવેલ જીમ જંકશનના બોડી બિલ્ડર ઇમરાન અંસારીએ ૬૦ કિ.ગ્રા. કેટેગરીમાં 'સૌરાષ્ટ્ર શ્રી ર૦૨૧' ના ટાઇટલનો બીજો ક્રમાંક મેળવતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાના હસ્તે રોકડ પુરસ્કાર તથા ટ્રોફી અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ઇમરાન અંસારીએ આ સિધ્ધ બદલ જીમ જંકશનના કેયુરભાઇ નકુમ, વિરલભાઇ નકુમ, ટ્રેનર પ્રશાંતભાઇ મહેરા (ફીજીક હોસ્ટેલ), સાજીભાઇ ખેતાણી (એસ.કે. ફીટનેશ), કરણભાઇ રાજપુતનો આભાર વ્યકત કર્યો હતો. 

(3:02 pm IST)