Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

રૈયા રોડ પરથી બાઇક ચોરાયાના બીજા જ દિવસે ભેદ ઉકેલાયો

યુનિવર્સિટી પોલીસે રૈયા ગામેથી સગીરને દબોચ્યો

રાજકોટ તા. ૩૦: ચોરાઉ વાહન સાથે યુનિવર્સિટી પોલીસની ટીમે રૈયા ગામ બસ સ્ટેશન પાસેથી એક સગીરને પકડી લીધો હતો. ડી. સ્ટાફના હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. જયંતિગીરી ગોસ્વામીની બાતમી પરથી સગીરને જીજે૦૩એફપી-૭૧૫૧ નંબરના રૂ. ૨૫ હજારના બાઇક સાથે પકડી તેના વાલીની હાજરીમાં પુછતાછ કરતાં વાહન ચોરીનો ભેદ ખુલ્યો હતો.

આ વાહનના માલિક અંગે પોકેટ કોપ એપમાં સર્ચ કરતાં તેના માલિક જીજ્ઞેશ પ્રવિણભાઇ વાડોલીયા (ઋષીકેશ સોસાયટી-૩, શિવશકિત કોલોની સામે) હોવાનું ખુલ્યું હતું. પરમ દિવસે જ રૈયા રોડના મેગા જીમ સામેથી રાત્રે નવ વાગ્યે આ બાઇક ચોરાયું હતું. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, બલભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલ આ કામગીરી કરી હતી. 

(3:01 pm IST)