Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે આ વર્ષમાં અરજદારોને ૯૬.૨૦ લાખ પરત અપાવ્યા

ઓનલાઇન થતાં ચીટીંગથી ચેતતા રહેવા અનુરોધ : ૧ કરોડ ૯૮ લાખના ૧૩૩૬ મોબાઇલ પરત અપાવ્યાઃ સોશિયલ મિડીયા મારફત મહિલાઓની થતી કનડગત સામે પણ આરોપીઓ વિરૂધ્ધ આકરી કાર્યવાહી

રાજકોટ તા. ૩૦: શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ ઓનલાઇન નાણાકીય છેતરપીડી તેમજ સોશિયલ મીડીયા મારફત મહિલાઓને થતી હેરાનગતી, છેતરપીંડી તથા હેકીંગ જેવા ગુન્હાઓનું પ્રમાણ વધતા આવા ગુના શોધી કાઢવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમો સક્રિય છે. વર્ષ ૨૦૨૧માં સાયબર ક્રાઇમ પોલીસે અનેક ગુનાઓનું સફળતા પુર્વક ટેકનીકલ એનાલિસીસ કરી ડિટેકશન કર્યુ છે.  નાણાકીય છેતરપીંડીને લગતી અરજીઓમાં તાત્કાલીક જે તે બેંકો કે અલગ અલગ ઓન લાઇન એપ્લીકેશન જેવી કે પેટીએમ તેમજ ફોનપે વગેરેનો સંપર્ક સાધી અરજીના કામે જે તે એકાઉન્ટ  કે વોલેટ ફ્રીઝ કરાવી અને અરજદારોના ગયેલા નાણા રૂ. ૯૬,૨૦,૦૪૦ બેંક મારફત પરત અપાવ્યા છે. તેમજ અલગ-અલગ મોબાઇલ ગુમ થયાની અરજીઆની તપાસ કરી ૧૩૩૬ નંગ મોબાઇલ રૂ.૧,૯૮,૮૧,૬ર૪ના કબ્જે કરી અરજદારોને પરત અપાવ્યા છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને એસીપી ક્રાઇમની રાહબરીમાં તમામ પીઆઇ, પીએસઆઇ, એએસઆઇ અને ટીમોએ સતત આ કામગીરી કરી છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાસે સરકાર તરફથી મોબાઇલ ડેટા રીકવરી, ડેટા રીકવરી તથા સોશીયલ મિડીયા મોનીટરીગ ના ટૂલ્સ ઉપલબ્ધ કરાવાયા છે.જેના દ્વારા સાયબર ક્રાઇમમા આવતી અરજીઓનો ત્વરિત નિકાલ કરવામા આવે છે. એસીપી જે. ડી. પલસાણાના માર્ગદર્શનમાં પીઆઇ એમ. સી. વાળા, પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ એન. બી. ડોડીયા, પીએઅસાઇ જે. કે. ગઢવી, પીએસઆઇ સી. એસ. પટેલ, પીએસઆઇ જે. કે. જાડેજા, હેડકોન્સ. દિપકભાઇ પંડિત અને ટીમ સતત કાર્યરત રહે છે. લોકોને ખાસ કરીને ઓનલાઇન ચીટીંગથી બચવા અને ફ્રોડ કોલથી સંભાળવા અપીલ કરવામાં આવી છે. કોઇને પણ પોતાના બેંક એટીએમના પાસવર્ડ નહિ આપવા અને એટીએમમાં નાણા ઉપાડવા જાય ત્યારે પણ અજાણ્યા શકમંદોથી ચેતવા અનુરોધ કરાયો છે. 

(3:00 pm IST)