Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

૬૦ લાખના ઉચાપતના કેસમાં પકડાયેલ આરોપીની વધુ રીમાન્ડ માંગણી નામંજુર

રાજકોટ તા. ૩૦: ૬૦ લાખના ઉચાપતના કેસમાં જેલ હવાલે થયેલ આરોપીના ફર્ધર રીમાન્ડ પર લેવાની અરજી અદાલતે રદ કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ રોડ ઉપર કોટેચા ચોકમાં આવેલી રાજકોટ નાગરીક બેંકની શાખામાંથી ૬૦ લાખની ઉચાપતના કેસમાં બ્રાઇમ બ્રાન્ચ પોલીસે બ઼ેંકના ડેપ્યુટી ચીફ મેનેજરશ્રી રવિ દિલીપભાઇ જોષી એ એકના ડબલ નાણા કરવાની લાલચમાં મિત્ર ભવ્યેશ ભોગીલાલ માંડાણી સાથે મળી બેંકમાંથી ૬૦ લાખની ઉચાપત કરેલ હતી. જે કામે પોલીસે ઉપરોકત બંને આરોપી તથા અન્ય સાહીબખાન નસીબખાન મલેક વિગેરેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા તેઓ જેલ હવાલે થયેલ હતા.

ત્યારબાદ ઉપરોકત કામે પોલીસે અન્ય ચાર આરોપીઓ જનક ઘનશ્યામ પટલેલ, વિગેરેની ધરપકડ કરી પુછપરછ કરતાં તેઓએ સાહીરખાન પાસે નાણા હોવાનું જણાવેલ અને તેઓ પાસે માત્ર સાડા ત્રણ લાખ મળેલ હોવાનું જણાવતા પોલીસે ઉપરોકત પૈસા કબજે કરી સાહીરખાન નસીબખાન મલેકના દિન-પ ના ફર્ધર પોલીસ રીમાન્ડની માંગણી કરેલ.

બચાવપક્ષે આરોપીના એડવોકેટ અમીત એન. જનાણાીએ પોતાની દલીલમાં જણાવેલ કે આ કામે સાહીરખાન નસીબખાન વિગેરે-૩ આરોપીઓને અગાઉ ધરપકડ કરી ૧ દિવસના રીમાન્ડ પર લીધેલ. ત્યારબાદ રીમાન્ડ પુરા થતાં તે જેલ હવાલે થયેલ ત્યારે પોલીસે કે સરકારી વકીલશ્રીએ તેઓના વધભુ રીમાન્ડ માટે અત્રેની અદાલતમાં કે સેશન્સ અદાલતમાં કોઇ અરજી કરેલ નથી અને હાલ માત્ર જે ચાર આરોપીઓ પકડાયેલ છે તેની પુછપરછના આધારે માત્ર અગાઉ પકડાયેલ આરોપીઓને રીમાન્ડ માટે દિન-પ ની માંગણી કરેલ છે. જેથી રીમાન્ડ અરજી રદ કરવા જણાવેલ છે.

ઉપરોકત દલીલોને ધ્યાને લઇ અદાલતે આરોપી સાહીબખાન નસીબખાન મલેકના દિન-પ માં પોલીસ રીમાન્ડ પર લેવાની અરજી નામંજુર કરેલ. (રદ કરેલ છે.)

આ કામમાં આરોપી સાહીરખાન નસીબખાન મલેક વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈયમ રોકાયેલા હતા. 

(3:00 pm IST)