Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

કોટડા સાંગાણી તાલુકાના નાના વડીગા ગામના લેન્ડ ગ્રેબીંગનાં ચકચારી કેસમા બે મુખ્ય આરોપીઓનો જામીન પર છટકારો

 રાજકોટઃ આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ગઈ તાઃ૭/૧૨/૨૦૨૧ ના રોજ ફરીયાદી બાલુબેન વા/ઓ વિરજીભાઈ ખીમસુરીયાએ (૧) દીનેશભાઈ સામતભાઈ સાગઠીયા તથા (૨) મનસુખભાઈ સામતભાઈ સાગઠીયા નાઓવિરૂઘ્ધ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૪૦૭ % , ૪૪૭, ૫૦ %, ૧૧૪ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પ૨ (પ્રતિબંધ) અધીનીયમ ૨૦૨૦ ની કલમ ૪,પ વિગેરે મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

  ફરીયાદની ટુંક હકીકતે એવી છે કે, સને ૨૦૦૮ ના વર્ષમાં ફરીયાદીને ખેતીની જમીન લેવી હોય અને તેમની જ જ્ઞાતીના દીનેશભાઈ સામતભાઈ સાગઠીયાને તેની ખેતીની જમીન વેચવાની હોય જેથી આ દીનેશભાઈ ફરીયાદીના ધરે આવેલ અને ફરીયાદી તથા તેના પતિ વિરજીભાઈ ભીખાભાઈ ખીમસુરીયાને જમીન વેચવા બાબતે વાતચીત કરેલ અને આ ખેતીની જમીન નાના વડીયા ગામની સીમમાં આવેલ નવા સર્વે નં.૧૨૨ પૈકિ ૧ વાળી ૩ એકર પ ગુંઠા વાળી આ દીનેશભાઈ સાગઠીયાના માતુશ્રી માંધીબેન સામતભાઈના નામે હોય જેથી આ મોંધીબેન તથા તેના વારસદારો નીદેશભાઈ તથા રમેશભાઈ તથા મનસુખભાઈ તથા જમનાબેન તથા સવિતાબેનનાઓએ. આ જમીનનો ગાંડલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ નં.૯૦૫૪ તાઃ૦૫/૦૮/૨૦૦૮ થી ફરીયાદીના નામે કરી આપેલ અને તે સમયે આ મોંઘીબેન તથા તેના વારસદારોને આ જમીનના તે સમયેના બજાર ભાવ મુજબ નકકી થયા પ્રમાણે રૂ.૩,૧૬, ૧૭૫ પુરા ચુકવી ખરીદ કરેલ હતી ત્યારથી આ જમીનના ફરીયાદી કાયદેસરના માલીક છે અને આ જમીન અંગેની રેવન્યુ રેકર્ડમાં ગામ નમુના નં. હકકપત્રકે નોધ નં.૧૩૦૮ થી દાખલ થયેલ છે પરંતુ આ જમીનનો કબજો ફરીયાદીને સોંપેલ નહી જેથી ફરીયાદી તથા તેના પતિએ આ લોકોને અવાર નવાર આ જમીનનો કબજો ખાલી કરી સોંપવાનું કહેતા આ લોકો તમને કબજો સાંપી આપીશુ તેમ જણાવતા અને ત્યારબાદ આ મોંઘીબેન તથા તેમનો દીકરી રમેશ મરણ ગયેલ છે અને તેઓના મરણ ગયા બાદ ફરીયાદી તથા તેના પતિ તથા તેનો દીકરો આ મોંઘીબેનના પુત્રો દીનેશભાઈ અને મનસુખભાઈને આ ખેતીની જમીનનો કબજો સોંપી આપવાનું કહેતા આ બંને હવે તમે ર્રૃા.૫,૦૦,૦૦૦ આપો તો તમને તમારી જમીનનો કબજો સોંપીશુ તેવું જણાવેલ હોય જેથી ફરીયાદીએ જણાવેલ કે, તમને નકકી થયા મુજબની દસ્તાવેજ પ્રમાણેની રકમ ચુકવી દીધેલ છે જેથી હવે શેના પૈસા માંગો છો તેમ કહેતા આ બંનેએ કહેલ કે, આ પૈસા તો તમારે આપવા જ પડશે તેવું કહેલ અને ત્યારબાદ ફરીયાદી જમીન પર જવાનો પ્રયત્ન કરતા આ દીનેશભાઈ તથા મનસુખભાઈએ ધમકી આપેલ કે, આજમીનમા આવવાની કોશીષ કરશો તો જોયા જેવી થશે અને અમોને પાંચ લાખ રૂપિયા મળ્યા બાદ જ તમને જમીનનો. કબજો મળશે અને જો તમારે આ રૂપિયા આપવા ન હોય તો તમે હવે આ જમીન ભુલી જજો તેમ કહી જમીનમાં પ્રવેશવા દીધેલ વિગેરે મતલબેનો ગુનો કર્યા બાબતે ફરીયાદ નોંધાવેલ હતી.

 આ કેસના બન્ને આરોપીઓ સગા ભાઈઓ છે અને બન્ને જામીન અરજીઓની દલીલો કરતા અંશ ભારઘ્વાજે એવી દલીલ કરેલ હતી કે, હાલની જે જમીન બાબતની જે તકરાર છે તે ૨૦૦૮ની સાલમાં ઉદભવેલ છે તેમ છતાં આજ દીવસ સુધી ફરીયાદીએ આ જમીનનો કબ્જો મેળવવા માટે કોર્ટમા કોઈ સીવીલ દાવા કરેલ નથી જે હકિકત જ સ્પષ્ટ કરેલ છે કે ફરીયાદીએ આ જમીન ખરીદ કર્યા, બાદ જમીન વેચાણ રકમ ચુકવવામાં આવેલ નથી. આ રકમ ચુકવવી ન પડે તે માટે ફરીયાદીએ લેન્ડ ગ્રેબીંગ કાયદાનો દુર ઉપયોગ કરેલ હોય, બન્ને આરોપીઓને જામીન પર મુકત કરવા ધારદાર રજુઆત કરેલ હતી.

 આમ, ઉપરોકત ફરીયાદના આધારે પોલીસ દ્વારા (૧) દીનેશભાઈ સામતભાઈ સાગઠીયા તથા (૨) મનસુખભાઈ સામતભાઈ સાગઠીયા રહે. બંને નાના વડીયા, તાઃકોટડા સાંગાણીવાળાની અટક કરેલ અને ત્યારબાદ જયુડી. કસ્ટડીમા મોકલેલ હતા.

 આ કામે ધરપકડ કરવામાં આવેલ બંને અરજદારોએ અભય ભારદ્વાજ એન્ડ એસોસીયેટનાં એડવોકેટ અંશ ભારદ્વાજ ઘ્વારા નામદાર સેશન્સ કોર્ટમાં જામીન પર ઇ૬ટવા માટે જામીન અરજી કરેલ હતી જે જામીન અરજીનાં કામે અરજદારો તરફે એવી દલીલ કરવામાં આવેલ હતી કે, આ કામનાં અરજદારી નાના વાળીયા ગામના કાયમી રહેવાસી છે કુટુંબ કબીલાવાળા વ્યકિતઓ છે. અરજદારોએ કોઈ જમીન પચાવી પાડેલ નથી કે કોઈને પણ કોઈ ધમકી આપેલ નથી. ફરીયાદીની ફરીયાદ મુજબ કહેવાતા બનાવની ઘણા વર્ષા બાદ ખોટી ફરીયાદ નોંધાવેલ છે અને સમગ્ર ફરીયાદ જોતા સીવીલ પ્રકારની તકરાર હોય ખોટી રીતે ફોજદારી ગુનાનુ સ્વરૂપ આપવામાં આવેલ છે. આમ, ઉપરોકત દલીલો અને રજુ કરવામા આવેલ વિવિધ વડી અદાલતના ચુકાદાઓને ઘ્યાને લઈને બંને આરોપીઓ (૧) દીનેશભાઈ સામતભાઈ સાગઠીયા તથા (૨) મનસુખભાઈ સામતભાઈ સાગઠીયા ને નામ. સેશન્સ કોર્ટે અમુક શરતોને આધીન જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ.

 ઉપરોકત આરોપીઓ (૧) દીનેશભાઈ સામતભાઈ સાગઠીયા તથા (ર) મનસુખભાઈ સામતભાઈ સાગઠીયા તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, શ્રીકાંત મકવાણા, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી વિગેરે રોકાયા હતા. 

(2:58 pm IST)