Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ભગવતીપરામાં પટમાં અને લાલપરીમાં ઘરમાં દરોડોઃ ઘોડીપાસા-તીનપત્તી રમતાં ૯ પકડાયા

બી-ડિવીઝન પીઆઇ ઓૈસુરા, પીએસઆઇ વાળા અને ટીમના દરોડા

રાજકોટ તા. ૩૦: ભગવતીપરામાં નદીના પટમાં જાહેરમા ઘોડીપાસાનો જૂગાર રમતાં પાંચ શખ્સોને અને લાલપરીમાં ઘરમાં તિનપત્તીનો જૂગાર રમતાં ચાર શખ્સોને બી-ડિવીઝન પોલીસે પકડી લીધા હતાં.

બી-ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી ત્યારે હેડકોન્સ. કેતનભાઇ નીકોલા, કોન્સ. કિશનભાઇ સભાડ તથા મિતેશભાઈ આડેસરાની બાતમી પરથી ભગવતીપરા રૂખડીયાની પાછળ નદીના પટમાં દરોડો પાડી પાંચ શખ્સો ભાવેશ પંકજભાઇ તાલપરા (ઉ.૨૮, રહે, સૈફીપાર્ક, બદ્રીપાર્કની બાજુમાં, ભગવતીપરા),  જગદિશ રમેશભાઇ રાઠોડ (ઉ.૨૮, રહે. અંબિકા પાર્ક શેરી નં. ૧ ભગવતીપરા), રમઝાન કાસમભાઇ ચલાંગા( ઉં.૩૨, રહે.ભગવતી પરા, બોરીચા સોસાયટી),  તોસિફ મહેબુબભાઇ સૈયદ (ઉ.૨૭, રહે. બોરીચા સોસાયટી, મિયાણાવાસ) તથા હરેશ કાળુભાઇ ખેતલીયા (ઉ.૩૫, રહે. ભગવતીપરા જયપ્રકાશનગર-૧૨)ને ઘોડીપાસાથી પૈસાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂપીયા ૧૨,૧૨૦ અને બે નંગ ધોડીપાસા કબ્જે કર્યા હતાં.

જ્યારે અન્ય દરોડામાં હેડકોન્સ. પ્રકાશભાઇ, કોન્સ. દિવ્યરાજસિંહ અને મિતેષભાઇની બાતમી પરથી લાલપરી-૭માં રહેતાં લાલજી દેવાભાઇ દાદરેચા (ઉ.૪૭)ના મકાનમાં દરોડો પાડી તેને તથા માલિયાસણના અજય પોપટભાઇ ખીસલા (ઉ.૨૮), લાલપરીના વિશાલ ધરમશીભાઇ રાતોજા (ઉ.૩૬) તથા નવાગામ રંગીલા ૫૦ વારીયાના ઇમરાન મહેમુદશા શાહમદાર (ઉ.૨૫)ને તનપત્તીનો જુગાર રમતાં પકડી લઇ રૂ. ૧૫૪૫૦ની રોકડ કબ્જે કર હતી.

 પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ એહમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર.ટંડેલની સુચના અને પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ કે.યુ.વાળા, એએસઆઇ સલીમભાઇ માડમ, હેડકોન્સ.કેતનભાઇ નીકોલા, કોન્સ. દિલીપભાઇ ખાંભરા, મીતેષભાઇ આડેસરા, પરેશભાઈ સોઢીયા, કિશનભાઇ સભાડ, દિવ્યરાજસીંહ જાડેજા તથા વિશ્વજીતસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. 

(2:56 pm IST)