Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ૩૦ : રકમ પરત આપવા માટે આપેલ ચેક રિટર્ન થતા એક વર્ષની જેલની સજા તથા રૂ. ૫,૦૦,૦૦૦નું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો હતો.

આ કામની ટુંકમાં વિગત એવી છે કે, આરોપી વિનોદભાઈ પ્રાગજીભાઈ નાગાણી રહે. કણકોટ વાળા ફરીયાદી સુરજીત બગ જે મકાનમાં રહેતા હતા તે મકાન માલીકના મીત્ર હોય અને જેથી આરોપી મકાન માલીકને મળવા માટે અવાર નવાર આવતા હોય ફરીયાદી સાથે પરીચય થયેલ હતો. આરોપીએ ફરીયાદીને જણાવેલ કે તેઓ જમીન મકાનનું કામ કાજ કરે છે અને તેમાં આરોપી પાસે ખુબજ કામ રહે છે અને જમીન મકાનમાં રૂપીયા રોકવાથી તેમાંથી સારુ એવુ વળતર પણ મળે છે. તેવુ જણાવી અને આરોપીએ તેવુ જણાવેલ કે જો તમારી પાસે જો કોઈ રકમ હોય અને જમીન મકાનમાં રોકાણ કરવુ હોય તો મને જણાવજો જેથી ફરીયાદીએ આરોપી ઉપર વિશ્વાશ કરી અને આરોપીને કટકે કટકે કુલ રૂ. પ,૦૦,૦૦૦ પુરા ચુકવી આપેલ.

ત્યાર બાદ ફરીયાદીએ સદરહું રકમના રોકાણ અંગેની જાણકારી આરોપી પાસેથી માંગતા આરોપીએ રકમ પરત કરવા રૂ. પ,૦૦,૦૦૦ અંકે રૂપીયા પાંચ લાખ પુરાનો ચેક આપેલ જે ચેક ફરીયાદી એ પોતાની બેંક માં વટાવવા માટે રજુ કરેલ હતો પરંતુ આરોપીના ખાતામાં ચેકની વસુલ મળી શકે તેટલી રકમ ન હોવાથી આરોપીએ પોતાનું ખાતુ બંધ કરાવેલ હોવાથી ચેક પરત ફરેલ હતો. જેથી ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત નોટીસ આપેલ હતી પરંતુ અરોપીએ રકમ ન આપતા ફરીયાદીએ રાજકોટના જયુડિશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ સમક્ષ ફરીયાદી દાખલ કરેલ. જેમાં આરોપીને સમન્સ બજતા હાજર થયેલ હતા.

ત્યાર બાદ આરોપી હાજર ન રહેતા કામ આગળ ચલાવી કોર્ટે ફરીયાદ પક્ષે રજુ થયેલ પુરાવાઓ તથા દલીદ ઘ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠેરાવી અને એક વર્ષની સજા તથા રૂ. પ,૦૦,૦૦૦નું વળતર તથા સદરહું વળતર ન ચુકવે તો વધુ છ માસની જેલની સજાનો હુકમ કરેલ હતો.

આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે દિનેશ આર. વારોતરીયા, પ્રવિણ વી. મેતા, ભુપત માલા, સંજય ટોળીયા, મેહુલ રાણીપા, રાજેશ ગઢીયા તથા કમલેશ જૈન વિગેરે રોકાયેલ હતા.(

(2:51 pm IST)