Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

સ્વચ્છતા, સુંદરતાથી સંરક્ષણતા અપનાવી નવા ભારત નિર્માણમાં નિમિત થઇ રહીએ

વર્ષ ૨૦૨૨ને નવા સંકલ્પો સાથે વધાવીએ

 નવા વર્ષનો પ્રારંભ નવી આશા અને નવી શકિત સાથે કરીએ અનેક સંકલ્પોને સિધ્ધ કરવા પ્રયત્નશીલ રહીએ ઇ.સ. ૨૦૨૦નું વર્ષનંુ સ્વાગત દુનિયાભરમાં ધામધુમથી ઉજવાય રહયું છે. ત્યારે આપણે સહુ નવા વર્ષે જીવંત બની જોશ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરી એક પ્રેરણાદાયી વર્ષ બનાવવા પ્રયત્નશીલ બની રહીએ.

ભુતકાળમાં કોરોનાએ બતાવેલ બિહામણુ સ્વરૂપ નજર સામે છે. હજુ પણ અનેક સ્વરૂપે કોરોના તેના ભરડામાં લેવા ઉભુ છે ત્યારે અનેક નિયમોના પાલન સાથે સ્વચ્છતા સાથે સંરક્ષણતા અપનાવી નવા જોશ સાથે સંકટોનો સામનો કરવા સમર્થ રહી નવા વર્ષમાં એક સ્વચ્છ સુઘડ સમાજની સ્થાપના કરવા સંકલ્પ લઇએ.

સંપૂર્ણપણે સ્વચ્છતાના આગ્રહી આપણા પૂ. મહાત્મા ગાંધીજી હતા જેઓએ આપણા જીવનમાં સ્વચ્છતા અપનાવી અને સંરક્ષણતા મને સૌદર્યતાના દર્શન કરાવેલ સાથે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો મંત્ર સાકાર કરી અનેક સંદેશા માનવ સમક્ષ મુકેલ છે.

આપણો દેશ એક યુવાભારત દેશ કહેવાય છે ત્યારે પોતાના સ્વાસ્થય સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરવા સંપૂર્ણ પણે નિયમોનું પાલન કરી પ્રતિજ્ઞા લઇ સહયોગી થવા સંકલ્પ લઇ ઉત્સાહ અને ઉમંગથી નવા વર્ર્ષનું સ્વાગત કરીએ.

જયાં સ્વચ્છતા હોય ત્યાં તન અને મન શુધ્ધ હોય જેનાથી શરીર સ્વચ્છ રહે સુઘળ સમાજથી કાર્ય કરવાની શકિત વધે તેમ દેશની પ્રગતિ સાથે વિકાસની તકો અનેક ગણી વધે સ્વસ્થ શરીર  અનેક સમસ્યાનો સામનો કરી શકે જેથી ઘરમાં અને સમાજમાં શાંતિ અને પ્રગતિ શકય જ છે. જેથી સ્વચ્છ ભારતએ સ્વપ્ન આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીનું પણ દેશ સમક્ષ મુકેલ છે. સહુ સંકલ્પ કરીએ યુવા શકિત સાથે મળી સ્વચ્છતા સાથે સુંદરતા અને સંરક્ષણતા અપનાવી નવા વર્ષમાં નવા યુગમાં પ્રવેશ કરીએ મોદીજીના સ્વપ્નના દેશને સાકાર કરવા સહયોગી બનવા સંકલ્પ લઇ સિધ્ધ કરીએ.

પ્રજાના હિત માટે દેશમાં નવી હોસ્પિટલ, નવા મંદિરો, નવા બાગ બગીચા, નવી સ્કુલો અનેક સુવિધા મળી રહી છે. ત્યારે સહુએ સહુયોગી બની સ્વચ્છતા અને રક્ષણ કરવા ફરજ સમજી દેશની સંપતિ સાચવવાના સંકલ્પ  લઇ નવા વર્ષને વધાવીએ.

આધુનિક બહુમાળી ભવનો, બિલ્ડીંગો, બંગલાઓ, ઓેફીસો અંદરથી સ્વચ્છ અને સુંદર દેખાય છે બાજુમાં બહાર રસ્તા ઉપર કચરાના ઢગલા જોવા મળે છે. કારખાનાઓના માલિક ઉદ્યોગપતિઓ પોતાના કારખાનામાંથી ફેલાતા પ્રદુષણોને અને ગંદકી ન ફેલાય તેની કાળજી રાખી સમાજનું હિત જોવુ જોઇએ.

ઘરની બહાર નીકળી મા-બાપ અનેક નિયમોના ભંગ કરતા જોવા મળે છે. તો સંતાનો સ્વચ્છતાનો પાઠ કેવી રીતે શીખશે ઘરની સ્વચ્છતા સાથે બહાર સ્વચ્છ સૌંદયતા જાળવવાની જવાબદારી સહુની છે. સુધરેલો સમાજ પોતાની જવાબદારી ભુલી જાય છે બહાર ગંદકી કચરા કરે છે. પણ પોતાના રક્ષણ માટે રાખેલ પ્રિય પાલતુ શ્વાન સાથે લઇ જઇ સાર્વજનીક જગ્યામાં જયા ત્યાં શૌચક્રિયા કરાવતા હોય છે. શ્વાન તમારી સગવડ માટે હોય પણ બીજાની અગવડનો વિચાર કરી શિસ્ત જાળવવી સ્વચ્છ રાખવી જરૂરી છે. કોઇપણ પ્રકારની ગંદકી કરતા લોકોને દંડ કે સજા હોવી જરૂરી છે. એરકંડીશન ગાડી ધરાવતો ભણેલ માણસ ગાડીનું બારણુ ખોલી જયાં ત્યા પાનની પીચકારી મારતો જોવા મળે છે. તમાકુ-પાન-ગુટકા સમાજમાં ઝેર ફેલાવવાનું કાર્ય કરે છે. નાની ઉંમરથી બાળકો વ્યસનના ભોગ બની ગંદકી ફેલાવવાનું કાર્ય કરી રહયા છે. પોતાનું અને સમાજનું અહિત કરી રહયા છે. આમ સુઘળ સમાજની કલ્પના કેવી રીતે  કરી શકાય ? સાથે મળી સંકલ્પ કરી જાગૃતિની જરૂર છે.

સુઘડ, સમાજ અને સ્વરક્ષણ માટે સ્વચ્છતા અપનાવી તન મનની શકિત વધારી પોતાની અને સમાજની પ્રગતિમાં  ભાગીદાર થઇ અને દેશની પ્રગતી અને નવાભારતનું સ્વપ્ન સાકાર કરવા નિમિત બની નવા વર્ષના સંકલ્પ સાથે વર્ષને વધાવીએ આપ સહુને નવુ વર્ષ સુખદાયી નિવડો.

 આલેખન

મુદુલા એમ. ઠકકર

ફોન નં.૦૨૮૧-

 ૨૨૨૪૮૨૮

રાજકોટ

(2:51 pm IST)