Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

રાજકોટ જેલનો ફરાર કેદી જેતપુરનો શખ્સ ઝડપાયો

જુનાગઢ તા. ૩૦ :.. રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક બલરામ મીણા જેતપુર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમારે નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોઇ પોલીસ ઇન્સ્પેકટર, જે. બી. કરમુરના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન પો. કોન્સ. ઘનશ્યામસિંહ જાડેજા તથા શકિતસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે રાજકોટ મધ્યસ્થ જેલના સજા કાપતા પાકા કામના કેદી નં. ૪૭૯૧૦ નામે નાસીરભાઇ સીતારભાઇ ભટ્ટી, પીંજારા, ઉ.વ.૩પ, રહે. ભાદર રોડ, અલીપીરની દરગાહ પાસે, જેતપુર વાળાને જેતપુર, ફુલવાડી, કૌશરશા પીરની દરગાહ પાસેથી પકડી પાડી બાકીની સજા ભોગવવા માટે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવા તજવીજ કરવામાં આવેલ છે.આ કામગીરી જે. બી. કરમુર, હિતેષભાઇ સોવલીયા, શકિતસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ જાડેજા, હિતેષભાઇ વરૂ, મનદીપસિંહ જાડેજા, પાર્થભાઇ સોજીત્રા, અભયરાજસિંહ જાડેજાએ કરી હતી.

(11:44 am IST)