Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

કાલે રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇનો જાજરમાન રોડ-શો

એરપોર્ટથી ડી.એચ. કોલેજ સુધી આયોજનઃ બાદમાં રાજયકક્ષાનો મુખ્ય સમારોહઃ લોકાર્પણ તથા ખાતમુર્હુતો : સમરસ થયેલ ૧૩૦ ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માનઃ આવાસ યોજના સહિતના કામો અંગે ચેક તથા સનદો અપાશે : પાંચ પ્રધાનો-મુખ્ય સચિવ-અન્ય સચિવો હાજર રહેશેઃ જ્ઞાતિ વાઇઝ નિમંત્રણોઃ કલેકટર-પોલીસ તંત્ર ઉંધા માથેઃ ઠેર-ઠેર સ્વાગત મંચ

રાજકોટ તા. ૩૦ :.. ગુડ-ગવર્નન્સની ચાલી રહેલ ઉજવણી અંતર્ગત આવતીકાલે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને અન્ય પાંચ પ્રધાનોની ઉપસ્થિતિમાં રાજકોટમાં જબરો કાર્યક્રમ ડીએચ કોલેજ ખાતે યોજાયો છે.

કાલે સવારે ૧૧-૩૦ વાગ્યે ડીએચ કોલેજ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે કલેકટર-કોર્પોરેશન-પંચાયત-પોલીસ તંત્ર ઉંધે માથે થઇ ગયા છે.

મુખ્ય કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો એરપોર્ટથી ડીએચ કોલેજ સુધી જાજરમાન રોડ-શો યોજાશે, સવારે ૧૦ વાગ્યે સીએમ આવી પહોંચ્યા બાદ પાંચ પ્રધાનો સાથે રોડ શો શરૂ થશે, રોડ-શોના રૂટ ઉપર ઠેરઠેર સ્વાગત મંચ ઉભા કરાયા છે, જડબેસલાક-પોલીસ બંદોબસ્ત રહેશે.

આ રોડ શોમાં પાંચ પ્રધાનો અર્જુનભાઇ ચૌહાણ, બ્રીજેશ મેરજા, હર્ષ સંઘવી, અરવિંદભાઇ રૈયાણી, ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય સચિવ, અન્ય સચિવો, સાંસદ -ધારાસભ્યો, અધિકારીઓ-પદાધિકારીઓ-મેયર-સહિતના આગેવાનો હાજરી આપશે.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જીલ્લાની સમરસ થયેલ ૧૩૦ ગ્રામ પંચાયતોના સરપંચો, તથા પ વર્ષથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનું બહુમાન થશે, આ ઉપરાંત પંચાયતના તમામ કામોનું લોકાર્પણ થશે, આવાસ યોજનાની સનદો, અને ચેકોનું - સહાયનું વિતરણ થશે.

મુખ્યમંત્રીના  કાર્યક્રમમાં જ્ઞાતિવાઇઝ  નિમંત્રણો તથા મુખ્ય સ્ટેજ અને અન્ય બનાવાયેલ મંચો ઉપર આગેવાનોને સ્થાન અપાશે. (

(11:42 am IST)