Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

સાયન્ટીફિક પધ્ધતિથી જ્યોતિષ વિદ્યાને આત્મસાત્ કરનાર મધુકાન્તભાઇ જોશી 'અકિલા'ની મુલાકાતે

જ્યોતિષ શાસ્ત્રથી કોઇપણ પ્રશ્ન ઉકેલી શકાય : મધુભાઇ

૮૧ વર્ષના મધુકાંતભાઇ જોષી પાસે તમામ બાબતોનું યોગ્ય માર્ગદર્શન અને સંપૂર્ણ વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવામાં આવતું તમામ પ્રશ્નોનું નિરાકરણ છે

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જ્યોતિષી મધુકાન્તભાઇ જોશી, સંદીપ નમકીનના બકુલ રૃપાણી, અમી રૃપાણી તથા પ્રશાંત બક્ષી નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
મને નોકરી કયારે મળશે? મારા લગ્નના યોગ કયારે બને છે? શું મારે વિદેશયાત્રા નો યોગ છે? મારા ધંધામાં તેજી કયારે આવશે? શેર બજારમાં પૈસા રોકાય? ઘર કયારે લઇ શકાશે?.... આપણા જીવન સાથે સંકળાયેલા આ અને આવા અનેક પ્રશ્નોનો જવાબ શોધવા આપણે અનેક જયોતિષીઓને પુછીએ છીએ, કે કોઇ જાણકારના પગથિયાં ઘસીએ છીએ પણ કયારેક સંતોષકારક તો કયારેક નિરાશાભર્યા જવાબ કે માર્ગદર્શન મળે છે ત્યારે થાય કે શું મારા પ્રશ્નોનો કોઇ નિવેડો નહિં હોય? જયોતિષ ક્ષેત્રે ૫૦ વર્ષથી વધુનો બહોળો અનુંભવ અને સૌપ્રથમવાર સાયન્ટીફિક પધ્ધતિથી જયોતિષ જોનાર અને એકદમ સચોટ પ્રત્યુતર આપી સંપૂર્ણ યોગ્ય માર્ગદર્શન આપનાર પ્રખર જયોતિષાચાર્ય, જયોતિર્વિદ ૮૧ વર્ષના રાજકોટના શ્રી મધુકાંતભાઇ પુરૃષોત્ત્।મભાઇ જોષી પાસે તમામ બાબતોનું યોગ્ય માર્ગદર્શન અને સંપૂર્ણ વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવામાં આવતું તમામ પ્રશ્નોનું નિરાકરણ છે.! તેઓએ ૬૦ પાનાની ગણિતીક અને ભાષાંતર ફળકથન ની ખુબ જીણવટ ભરી કુંડળી પણ બનાવેલી છે જેના પરથી વ્યકિતનું ભૂત, વર્તમાન અને ભવિષ્યની સંપૂર્ણ અને એકદમ સચોટ માહિતી તેઓએ કહી આપી છે. સાથો સાથ પ્ર' કુંડળીમાં તો તેઓને મહારત પ્રાપ્ત થયેલી છે. જન્મ કુંડળી, મેળાપક, વિવિધ રોગોમાં પણ તેઓ કુંડળી પરથી ગ્રહદશા જોઇ વ્યકિતને ખુબજ સફળ દિશા દર્શન કરી આપે છે.
ધ વર્લ્ડ બુક એન્સાયકલોપીડિયા પ્રમાણે, જયોતિષ વિદ્યા એટલે કે 'આકાશના ગ્રહોની સ્થિતિ દ્વારા મનુષ્યનો સ્વભાવ કે પછી તેના ભાવિ ઉપર થતી શુભ-અશુભ અસર જાણવાનું શા સ્ત્ર'. ઘણા લોકો જયોતિષની મદદ લે છે. દરરોજ લાખો લોકો પેપરમાં રાશિ જુએ છે. અરે અમુક નેતાઓ-અભિનેતાઓ પણ ગ્રહો જોઈને નિર્ણયો લેતા હોય છે. શું જયોતિષ પર ભરોસો મૂકી શકાય? જોષ જોનારા કઈ રીતે ભાવિ ભાખે છે? શું આપણે ગ્રહો પર આધાર રાખીને જીવવું જોઈએ? શું ગ્રહોની અરોગ્ય પર અસર થાય? અકિલાના મહેમાન બનેલા પ્રખર જયોતિષાચાર્ય મધુકાંતભાઇ જોષીએ આ અને આવી અનેક બાબતોના ઉંડાણ પૂર્વક પ્રત્યુતર આપ્યા હતા.
જયારે નિલઆમ સ્ટ્રોંગ ચંદ્ર પર ગયો અને તેણે સંશોધન કર્યું કે ચંદ્ર પર એમોનિયા, કેલ્શીયમ અને મિથેન પુષ્કળ પ્રમાણમાં છે. એ બાબતને ઘણા વર્ષો થયા પણ તે વાતમાં રસ પડતાં મધુભાઇ જોષી જયોતિષ તરફ વળ્યા અને જોવા પણ લાગ્યા. એક દિવસ રાત્રે સૂતા તેમને વિચાર આવ્યો કે, નિલઆમ સ્ટ્રોંગે શોધ્યું તે મુજબ ચંદ્ર પર એમોનિયા, મિથેન, કેલ્શીયમ પુષ્કળ પ્રમાણમાં છે તો તેમાં વધઘટ થાય તો શું તેની અસર આપણાં શરીર પર પડે ખરી? મનમાં ઉદ્દભવેલ આ પ્ર'ને લઇ તેઓ સરપદડના વતની ડો. બુવારિયા કે જેમણે મધુભાઇના ગામ મોટાદડવામાં દવાખાનું ખોલેલું તેમને મળ્યા. ઉંમરમાં મોટા ડોકટરે મધુભાઇને પૂછયું કે આ બધુ શા માટે જાણવું છે? મધુભાઇએ બધી વિગતે વાત કરી. ડો. બુવારિયાએ ચંદ્ર પર એમોનિયા, મિથેનના સાયન્ટીફિક કારણો અને તેની અસર વિગતે સમજાવ્યા. આ અને આવા અનેક ગ્રહો અને તેના પર રહેલ વાતાવરણને સમજાવ્યા. મધુકાંતભાઇએ તેનો અભ્યાસ કરી જે વ્યકિતનો ચંદ્ર નબળો હોય તો તે વ્યકિત પર જયોતિષ અને વૈજ્ઞાનિક પધ્ધતિથી તેને સુધારવાની કોશીશ કરી. જેમકે ચંદ્ર નબળો હોય તો તેને ઔષધી તરીકે માલકાકડી ખાવાનો પ્રયોગ બતાવ્યો. જેથી મિથેન કંટ્રોલમાં આવે અને તેનો ચંદ્ર પાવરફુલ થતા તે વ્યકિતની તકલીફ દુર થાય.! આવા પ્રયોગોથી તેમને સફળતા મળવા લાગી એટલે મધુભાઇએ જયોતિષશાસ્ત્ર માટે 'પૃથ્વી' નામનું ગુજરાતી પુસ્તક વાંચ્યું. જેમાં પૃથ્વીના પોપડા, વાતાવરણ, આબોહવા વગેરે તમામ માહિતી તેમાં આપેલી છે. ગોંડલની ભગવતસિંહજી લાયબ્રેરીમાં નટુભાઇ રજપુત હતા તેમણે આ પૃથ્વી પુસ્તક મધુભાઇને વાંચવા આપેલું. એ પુસ્તક પછી ખુબ શોધ્યું પણ મળ્યું નહીં. (નોંધ : વર્ષો જુનું આ પુસ્તક જો કોઇ પાસે સચવાયેલું હોય તો મધુકાંતભાઇનો સંપર્ક કરવો)
મધુભાઇને જયોતિષમાં ઉંડા ઉતરવા વધુ રસ પડ્યો. કોઇએ મધુભાઇને કહ્યું જયોતિષમાં આગળ વધવા 'જયોતિષ કલ્પરૃ' ફળાદેશ વિભાગ પુસ્તક કે જેના લેખક 'સોમેશ્વર દ્વારકાદાસ કપડવંજવાળા'છે. તેના બે ભાગ ગણીત વિભાગ અને ભાષાંતર વિભાગ છે. ગણીત વિભાગ તો મળ્યો પરંતુ ભાષાંતર વિભાગની શોધ કરતા મધુભાઇ છેક જૂનાગઢ પહોંચ્યા. જયાં એક પુસ્તક વિક્રેતાએ એ જમાનામાં ૨૦ રૃ. (જે આજના ૧૨ થી ૧૩ હજાર રૃપિયા) ના પુસ્તકના ૧૦૦ રૃ. કિધા છતાં મધુભાઇ જોષીએ તે પુસ્તક ખરીદ્યુ. આ દુર્લભ અને અલભ્ય પુસ્તકમાં કુંડળી કેમ બનાવવી, દુનિયાના અક્ષાંસ-રેખાંશ કેમ મેળવવું, ફળાદેશ તે તમામ માહિતીનો અભ્યાસ કરી તે પરથી જયોતિષશાસ્ત્રને તેઓ નવી ઉંચાઇ પર લઇ ગયા. સાયન્ટીફિક મેથડ થી વિચારી તેનો જયોતિષમાં અમલ કરતા તેઓના અલભ્યજ્ઞાન થી લગભગ સચોટ પરિણામ જ મળે છે. તેઓએ દરેક ગ્રહો પર રહેલા તત્વો વિશે જાણકારી મેળવી અને જેને કુંડળીમાં જે ગ્રહો નબળા હોય તેને તે તત્વોના ઉપાય સુચવી ફળ કથન કરતા મધુભાઇને જબરી સફળતા પ્રાપ્ત થઇ છે.
જયોતિષનો ઉદભવ કયારથી થયો? મધુકાંતભાઇ જોષી એ કહ્યું કે, ઋષીકાળમાં જયોતિષશાસ્ત્રનો ઉદભવ થયેલો. જયોતિષશાસ્ત્રનું સંશોધન કરનાર જ ઋષીમુનીઓ છે. તેઓએ બહાર પાડેલ જયોતિષવિદ્યા ખુબ ચોક્ક્સ છે. તેઓ આશ્રમમાં રહેતા અને ખુલ્લા આકાશ દરરોજ નિરિક્ષણ કરતા. દરેક ગ્રહોના પરિભ્રમણનો બારિક અભ્યાસ કરતા. એ પછી તેઓ ચોક્ક્સ ઠહરાવ પર આવ્યા અને ૨૭ જુમખા બનાવ્યા જેને આપણે નક્ષત્ર કહીએ છીએ. અવકાશના કયા વિભાગમાંથી સૂર્ય પસાર થાય છે એ પરથી આબોહવા, રોગચાળાની આગાહી કરતા. ઋષીમુનીઓએ ચારવેદમાંથી ષડંગ એટલે છ અંગ કર્યા તેમાંનો એક અંગ એટલે જયોતિષશાસ્ત્ર. આ ગ્રહોનો માણસના વર્તમાન, ભવિષ્ય પર પણ અસર સો ટકા પડે છે. જેમ પૃથ્વી પર ૩/૪ પાણી છે તેમ આપણા શરીરમાં પણ ૩/૪ પાણીનો ભાગ છે. જેમ દરિયામાં ભરતી આવે તેમ આપણા શરીરમાં પણ લોહીની ભરતી ઓટ આવે છે જેથી આપણા સ્વભાવમાં પરિવર્તન આવે છે. જે આપણા મગજ અને અણુઓમાં ફેરફાર કરે છે. વિશ્વની અંદર ઇશ્વરે સર્જેલી દરેક વસ્તુ આપણા માટે ઉપયોગી છે કોઇ નિરર્થક નથી હોતી. જેમકે 'લાબડી' નામનું એક ઘાસ આવે છે તેની ઉપર ડૂંડી થાય છે. તેમાંથી નીકળતા કાળા બી ને પાણીમાં લઢી નાંખો અને પેડૂ પર લગાવવાથી ગમે તેવો અટકેલો પેશાબ છૂટથી આવવા લાગે છે!
જયોતિષમાં માત્ર કુંડળી જ નહીં, હસ્ત રેખા કે મસ્તક રેખા જોવા પણ સાચી પધ્ધતિ છે. મધુભાઇ જોષી કહે છે, હું શિક્ષક હતો જયાં ભણ્યો ત્યાંજ શિક્ષક તરીકે ૪૦ વર્ષ નોકરી પણ કરી. ઇ.સ. ૧૯૫૮ માં તેઓ મોરબી ટ્રેનીંગમાં ગયેલા ત્યારે કોઇએ તેમને હસ્તરેખા જોઇ કહેલું તમારો મંગળ નીચ નો છે. જયારે હું જયોતિષ મારી મેળે શિખ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તે ખરેખર સાચુ હતું. તેઓ કહે છે, હાલ કોમ્યુટરથી જે જન્માક્ષર નીકળે છે તે પણ સાચા જ નીકળે છે. જોકે તેમાં જનરલ માહિતી આપેલી હોય છે જે સાચી જ છે પરંતુ વ્યકિતની સંપૂર્ણ માહિતી તેની આખી કુંડળી, ગ્રહદશા, નક્ષત્ર વગેરે જોયા પછી જ ખ્યાલ આવે છે. મધુભાઇ કહે છે, જે લોકો વિધિ વિધાન કરાવે છે તેનાથી પણ ચોક્કસ ફાયદો થાય છે. ગ્રહોના નંગ પહેરવાથી પણ લાભ થાય જ છે. જેમકે સૂર્ય કિરણમાંથી નીકળતા સાત રંગ હોય તે ગ્રહ નંગના સંપર્કમાં આવે અને અણુપ્રક્રિયા થાય તે મુજબ શરીરમાં પરિવર્તન આવે છે જે વિવિધ ગ્રહોના નંગ મુજબ લાભ આપે છે.
શનિની પનોતી, વિંછુડો, ગ્રહોની આડઅસર, મંત્રજાપ વગેરેથી લાભ કે હાની થાય? જયોતિર્વિદ મધુભાઇ જોષી કહે છે, દરેકના જીવનમાં એક વખત શનિ ની પનોતી આવે જ છે. શનિ દર અઢી વર્ષે સ્થાન બદલે છે. જન્મવખતે કઇ પોઝીશનમાં શનિ હતો. જેમકે તરફેણમાં છે, વિરૃધ્ધમાં છે કે તટસ્થ છે તે મુજબ પનોતી નો પાયો ખ્યાલ આવે. જેમકે લોકોને ચાંદી અને ત્રાંબાના પાયે હોય તો લાભકર્તા જયારે લોઢા અને સોનાના પાયે હોય તો નુકસાન કરે છે. શનિ ની પનોતી જેને હોય તેણે લોખંડને લાલચોળ બને ત્યાં સુધી ગરમ કરી તે પાણીમાં નાખવું અને છમકાવેલું પાણી થાય પછી તે પાણી પી જવાથી પનોતીની અસર સાવ ઓછી થઇ જાય છે. જયારે વિંછુડો એટલે કે, વૃશ્ચિક નામના નક્ષત્ર માંથી ચંદ્ર પસાર થાય ત્યારે વિંછુડો થાય. તે પુરો થવાનો હોય ત્યારે પાછળથી ડંખ મારે જે નુકસાન કરે છે. વિંછુડો જયારે પેટાળે એટલે કે મધ્યભાગમાં હોય ત્યારે નુકસાન કરતો નથી. એજ રીતે મંત્રો પણ સો ટકા કારગર નિવડે છે પણ મંત્રની પધ્ધતિ ખોટી ન હોવી જોઇએ. મંત્ર શકિત અવાજના આંદોલન ઉપરથી ઉપસ્થિત થાય છે જે અવાજ ૧.૫ સેકન્ડમાં આખા વિશ્વમાં પ્રસરે છે. આજે મંત્રોના આંદોલન એક સરખા જળવાતા નથી તેથી તેની અસર થતી નથી. ગ્રહોની વાત કરીએ તો દરેક ગ્રહોની તાસીર પ્રમાણે અસર બદલાય છે. તેની વિધિ કે નંગ પહેરવાથી અસર શાંત થાય છે. જે વિધિ થાય તે ગ્રહોને અનુરૃપ હોવી જોઇએ. ગ્રહો ઉપરથી પ્રેમ લગ્ન, મેળાપક, વૈવાહિક જીવન, લગ્નસુખ, સ્વભાવ, મનમેળ વગેરે વિશે કહેવું પણ શકય છે. મધુકાંતભાઇ કહે છે, કોઇ પણ વસ્તુ વિશે જોતા પહેલા અમારે કુંડળી જોતા અક્ષાંસ-રેખાંશ ફરજીયાત જોવાજ પડે ત્યારેજ સાચો ખ્યાલ આવે.
જયોતિષાચાર્ય મધુકાંતભાઇ જોષીએ આપમેળે ખુબ મનન અને ચિંતન તથા સાયન્ટીફિક પધ્ધતિના અભ્યાસ કરી જયોતિષવિદ્યામાં નવીજ ટેકનિક ડેવલપ કરી છે. તેઓને વિદેશના એસ્ટ્રોલોજી કાર્યાલયમાંથી જુની કુંડળી પધ્ધતિ વિશે પૃચ્છા કરતો પત્ર પણ આવેલો હતો. તેઓએ કોઇ પુસ્તક લખ્યું નથી પણ જયોતિષવિદ્યાના અનેક પુસ્તકોનું વાંચન અને ગહન કરેલું છે. ખાસ કરીને 'જયોતિષ કલ્પતરૃ'ગણિત વિભાગ અને ફળાદેશ વિભાગ આ બે પુસ્તક આધારીત જુની કુંડળી પધ્ધતિ છે તેમનું જીવન તેમને સમર્પિત કર્યું છે. વધુમાં જેમણે ગ્રહો વિશે વિગતો આપી તેવા ડો. બુવારિયા ને તેઓ ગુરૃ માને છે. તેઓ કહે છે, જયોતિષ એ સર્વાંગી સાહિત્ય છે જેનાથી કોઇપણ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય છે. દરેક ધર્મમાં જયોતિષ આવે છે પણ દરેકની પધ્ધતિ અલગ અલગ હોય છે. ઉપરાંત ચાઇનીસ રાશી કે ટેરોકાર્ડ જેવી પધ્ધતિઓ પણ અસ્તીત્વમાં છે જોકે મધુભાઇએ માત્ર ને માત્ર પૈરાણિક જયોતિવિદ્યાને જ આત્મસાત કરી છે. તેઓએ જયોતિષવિદ્યાને લઇ જબરૃ સાયન્ટીફિક ડેવલપમેન્ટ કર્યું છે. તે કહે છે, દરેક જીવો પર ગ્રહો અસર કરે જ છે. આજે વૈજ્ઞાનિકો જયોતિષવિદ્યા સ્વિકારવા તૈયાર નથી કારણ તેને કોઇ સાચા જાણકારની મુલાકાત નથી થઇ. મધુભાઇ તેઓની આ પ્રખર વિદ્યા જળવાય તે માટે હવેની પેઢીને શીખવવા, આપવા ઇચ્છે છે પરંતુ ખુબ બારિકાઇથી અને ઉંડાળ પૂર્વક સાયન્ટીફિક રીતે શીખવા કોઇ તૈયાર થતું નથી. મધુભાઇ ૮૧ વર્ષે પણ નિયમીત ધ્યાન અને પ્રાણાયામ કરે છે. તેઓ કહે છે સાચો જયોતિષ એજ હોય છે જે ખોટા આડંબર ન કરી જયોતિષવિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો હોય.

સાકર, સૂઠ, ઇન્દ્રજવ પીવાથી રાહુ ન નડે !
મંગળનો ઇલાજ - ખજુર ! : બુધ નડતો હોય તો મગ ખાવ : ગ્રહોના ઇલાજ રસોડામાં છે

રાજકોટ : મધુભાઇએ જણાવ્યું હતું કે, સૂર્યમાં હિલીયમ-૩ નામનું તત્વ રહેલું છે. એજ રીતે રાહુ એટલે માત્ર એમોનિયા. જો શરીરમાં એમોનિયાને કંન્ટ્રોલ કરો તો રાહુ ન નડે! તેણે ૧૦૦ ગ્રામ સાકર, ૫૦ ગ્રામ સૂંઠ અને ૨૫ ગ્રામ ઇન્દ્રજવનો પાવડર મેળવી ખાવાથી રાહુ નડતો બંધ થયા ના દાખલા છે! આ પધ્ધતિમાં રસ જાગતા મધુભાઇ જયોતિષમાં વધુ ઉંડા ઉતર્યા. તેઓએ આજ રીતે મંગળનું વિચાર્યું તો મંગળમાં ફોસ્ફરસ અને આર્યન ઓકસાઇડ પુષ્કળ છે. ફોસ્ફરસ માં વધઘટ થાય તેને મંગળ નડતો હોય છે. તેના નિવારણ માટે કેલ્શીયમ વધારવા ખજુરને ખાવાનો નહીં પણ પલાળી તેને ગાળી તે પાણી પીવાથી ફાયદો થાય છે. જયારે બુધ નડતો હોય તો મિથેનથી ભરપુર મગ શ્રેષ્ઠ ઉપાય છે. મિથેન ને કંટ્રોલ કરવાની તાકાત મગમાં છે. આવીજ રીતે એક પ્રયોગમાં જો કોઇને સંતાન ન થતું હોય તો તેની કુંડળીમાં સાતમાં સ્થાનનો માલિક કોણ છે તે મહત્વનું છે. એ પછી પાંચમાં સ્થાનનો માલિક કોણ છે કારણ તે સંતાનનું સ્થાન છે. તે સ્થાનમાં કયો ગ્રહ કે રાશી પડ્યા છે તેના પરથી નિદાન શકય છે. જો સંતાન ન થતું હોય તે મહિલા ધ્રો(દુર્વા) અને દાડમના દાણાનો રસ ૨૧ દિવસ પીવે તો સંતાન થાય છે. જયારે પુરૃષ માટે લાલ ટેટાનું ચૂર્ણ સવાર-સાંજ ૧ ચમચી ૨૧ દિવસ લેવાથી પુરૃષના શુક્રાણુઓમાં વધારો થતા સંતાન પ્રાપ્તિ થાય છે. એટલેજ પરિણિત  સ્ત્રીઓ વડસાવિત્રીનું વ્રત કરે છે તેની પાછળનું મુખ્ય તત્વ આજ છે.
મધુભાઇ જોષી વધુમાં કહે છે, દર શિયાળામાં આખી પત્ત્।ીની એક ચમચી ચા લઇ તેને ખુબ ઉકાળી ગાળી તેને ૧૦ દિવસ પીવામાં આવે તો દરેક તંદુરસ્ત વ્યકિતને પણ કિડનીને લગતા કોઇ રોગ થતા નથી. જયારે હ્રદયરોગના દર્દીઓને એક ચમચી ગુંદદાણા અને એક કપ ગાયનું દૂધ ખુબ ઉકાળી મોળુ અથવા તેમાં ખડી સાકર (ખાંડ નહીં) નાંખી લેવાથી હ્રદયરોગ માટે ઉત્ત્।મ ગણાય છે જે ગમે ત્યારે પી શકાય છે. જયારે ફેફસામાં રહેલ કફને દુર કરવા કપુર, અજમાના ફુલ અને ઇજમેટના ફુલ સરખાભાગે બનાવી તેનું અમૃતબિંદુ (સદગુરૃ આશ્રમ રાજકોટ ખાતે વિનામુલ્યે મળે છે) અને મધ એક ચમચી સાથે બે-ત્રણ ટીપાં નાંખી કાલવી અને ચાટી જવાથી કફ દુર થાય છે. જયારે આંખ માટે ખાખરાના ઉંડેથી કાઢેલા મૂળ ને પાણીમાં ખુબ ઉકાળી ગાળી ઠંડુ પડે એટલે બોટલ ભરી તે અર્ક આંખમા નાંખવાથી શ્રેષ્ઠ રહે છે. (આ તમામ પ્રયોગો શાસ્ત્રોકત હોય કોઇ વૈદ્યરાજ કે અનુભવિ વ્યકિતની સુચનાથી જ કે તેની દેખરેખમાં કરાવવા હિતાવહ છે)

એપ્રિલ ૨૦૨૨ અંતમાં કોરોનાની શકિત નબળી પડશે! :

આવી મહામારીઓ ભવિષ્યમાં આવતી રહેશે! : પૃથ્વીનો વિનાશ શકય નથી


પ્રખર જયોતિષાચાર્ય મધુભાઇ જોષીનું કહેવું છે કે, આખા વિશ્વમાં આતંક ફેલાવનાર કોરોના નામની મહામારીની શકિત આગામી એપ્રિલ ૨૦૨૨ના અંતમા નબળી પડશે. કારણ ત્યારે રાહુ પરિવર્તન પામશે જેથી તેની અસરથી કોરોનાની પરિસ્થિતિ નબળી પડશે અને માણસોને હાશકારો થશે. એજ રીતે ઓમિક્રોન એક વિચિત્ર બીમારી છે. શરદી, કફ, ઉધરસ, વાત (પિત) નું પ્રમાણ વધી જવાથી વધી છે. વાત ને કંટ્રોલ કરવાથી આ બીમરી કંટ્રોલ થશે. આપણા સૂર્યનારાયણની ગતિ દર ૧૧ વર્ષે બદલાય છે જેથી હવામાન પણ બદલાય છે. આથી ભવિષ્યમાં મહામારીઓ આવશે જે કદી મટવાની નથી. માણસોએ જ એલર્ટ રહેવું પડશે તો જ ફાયદો થશે. જયારે પૃથ્વીનો વિનાશ શકય નથી. જયાં સુધી સૂર્યની ગરમી મળતી રહે છે ત્યાં સુધી વિનાશની શકયતા નથી.

પ્રશ્ન કુંડળીમાં મધુભાઇ જોષીને મહારત

જયારે કોઇ વ્યકિત પ્રશ્ન પૂછે તે સમય, વ્યકિતનું નામ, તારીખ અને વાર પરથી મધુભાઇ ત્યારેજ એક પ્રશ્ન કુંડળી તૈયાર કરી લે છે. ગ્રહોની દશા અને ગણિત માંડી તેઓ સામેવાળી વ્યકિતને બે દિવસ પહેલા તેણે શેના વિશે વાત કરેલી?, તે શું કરવાના છે? તે બધુજ પળવારમાં તેની સામે રાખી દે છે. અકિલાની મુલાકાત દરમિયાન તેઓએ પ્રશ્નકર્તાની પ્રશ્ન કુંડળી બનાવી અને તેણે બે દિવસ પહેલા શું વાત કરેલી?, તેના પરિવારના મેળાવડા વિશે તેમજ તેની કારકિર્દીના વિચાર વિશે ઘડીભરમાં સ્પષ્ટ કહી બતાવ્યું જે એકદમ સચોટ હતું. જયોતિષશાસ્ત્રમાં પ્રશ્નોના ઉપાય અને પ્રશ્ન કુંડળી બનાવવા ખુબ અગત્યના છે. જે આજના જમાનામાં બહુ જુજ લોકો જ જાણતા હશે પણ મધુભાઇ જોષીએ તેમા મહારત પ્રાપ્ત કરી છે.

ગ્રહોમાં રહેલા તત્વો..
ચંદ્ર : એમોનિયા, કેલ્શીયમ અને મિથેન
મંગળ : ફોસ્ફરસ, આયર્ન ઓકસાઇડ
બુધ : મિથેન
ગુરૃ : હાઇડ્રોજન
શુક્ર : કાર્બન ડાયોકસાઇડ
શનિ : મોનોકસાઇડ
સૂર્ય : હિલીયમ-૩
રાહુ-કેતૂ : એમોનિયા

૬૦ પાનાની ખુબ અદ્ભૂત 'સપ્તવર્ગિ કુંડળી'
ભૂતકાળ - વર્તમાન અને ભવિષ્યની બારીકાઇથી ગણતરી

જાણીને નવાઇ લાગશે પણ ગણિતની બારિકાઇ ભરી ગણતરી થી વ્યકિતના સંપૂર્ણ જીવનનો ચિતાર આપતી અદભૂત સપ્તવર્ગિ કુંડળી મધુકાંતભાઇ જોષીએ એક મહિનાથી વધુનો સમય આપી બનાવી છે. જેમાં પહેલા વ્યકિતના જીવનની પોઝીશન, તેમાં કયારે કયારે બદલાવ આવશે, માનસિક સ્થિતી કેવી રહેશે, નુકસાની કયારે થશે તે દર્શાવ્યું છે. કુંડળીમાં સર્પાકાર રીતે વ્યકિતની નાડી દર્શાવી છે જે સામાન્ય કુંડળીની જેમ નથી. એ પછી ખુબજ બારિકાઇ ભરી ગણિતીક ગણત્રી કરી છે. જેના પરથી બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થા નો ચિતાર આપી શકાય છે. તે માટે દરેક ગ્રહોના અષ્ટક વર્ગ જોવા પડે તેના પરથી જન્મકુંડળી જોઇ તે પ્રમાણે ભવિષ્ય કહી શકાય. એ પરથી રાશી ચક્ર નીકળે પછી ગ્રહો લેવા પડે. જેમાં કયો ગ્રહ કેટલા અંશ (શકિત) નો છે તે ખ્યાલ આવે. એ બાદ દ્વાદશ બાર ખાનાની સ્થિતી તપાસવી પડે એ પછી હોરા ચક્ર આવે. જે ગણિત કરી પહેલી કુંડળી પરથી બનાવવી પડે. જેના પરથી જીવનમાં સમૃધ્ધિ અને સંપતિ કેટલા ટકા છે તેનો ખ્યાલ આવે. એ બાદ જયેષ્ઠાન ચક્ર પરથી વ્યકિતને કેટલા ભાઇઓ અને બહેનો છે તે ખ્યાલ આવે. એ પરથી સપ્તમાસ ચક્ર બને જેમાં તેને કેવી પત્ની મળશે અને પુત્ર-પુત્રી કેવા થશે તે ખ્યાલ આવે. ત્યારબાદ દ્વારશ કુંડળી બને જે દર્શાવે કે વ્યકિતને માતા-પિતાનું સુખ કેવું રહેશે તેની ટકાવારી નિકળે. એ પછી અરિષ્ટપર કુંડળી થી જાણી શકાય કે વ્યકિતના જીવનમાં કેટલી નુકસાની આવશે અને તકલીફવાળો સમય કયો આવશે તે દર્શાવે. એ પછી ગ્રહોની તાકાત માપવા તેને અંશ આપી દિધા જે ગણિત કરવું પડે તેના પરથી કયો ગ્રહ નબળો કે સબળો તે જાણી શકાય. આગળ વધતા ૮ અને ૧૬ ખાનાની કુંડળી આવે એ પરથી  સ્ત્રીપાત્ર કેવું મળશે, સ્વભાવ, વિચારસરણી, નુકસાની, દેહપિડા, કર્મફળ છાતી ઠોકીને સચોટ દર્શાવી શકાય છે. કઇ તારીખે, કયા સમયે અને કયા વારે વ્યકિતને શું અસર થશે તે તમામ જીણામાં જીણી વસ્તુ સપ્તવર્ગિ કુંડળીથી જાણી શકાય છે. એટલું જ નહીં તે વ્યકિતનો અંતિમ સમય કયારે છે તે પણ જાણી શકાય છે! જોકે તે કદી કોઇને કહેવામાં આવતો નથી. આ કુંડળી અંદાજીત ૬૦ જેટલા પાનાની બને છે જે હવેના સમયમાં બનાવવી શકય નથી. આ કુંડળી બનાવતા મધુકાંતભાઇને એક મહિનાથી વધુનો સમય લાગ્યો હતો. જોકે હવે તેઓ આવી કુંડળી બનાવતા પણ નથી.



મધુકાંતભાઇ પુરૃષોત્તમભાઇ જોષી
'બ્રહ્માણી પદરજ', યુનિવર્સિટી રોડ,
જલારામ-૨, તપસ્વી સ્કૂલની બાજુમાં
મળવાનો સમય : સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦,
સાંજે ૩ થી ૫
મો : ૯૮૨૫૯૯૮૨૩૫
(ફોન કરી સમય લઇ પછીજ મળવા જવું.
વિનામુલ્યે મળવાનો આગ્રહ ન રાખવો)









 

૧૦૦ વર્ષ જૂનું જ્યોતિષ - એસ્ટ્રોલોજીનું અનુભૂત પુસ્તક જ્યોતિષ કલ્પતરું. જે આજે ઉપલબ્ધ નથી બે ભાગનું આ પુસ્તક ૭૦૦ - ૮૦૦ પેઇજનું છે અને હાલમાં ઉપલબ્ધ નથી. પરંતુ આ બન્ને પુસ્તકમાં જ્યોતિષને લગતી ગણત્રીઓ અને ફળાદેશની સચોટ વિગતો અપાયાનું જાણકાર લોકો માને છે. કોઇ પાસે આ પુસ્તક ઉપલબ્ધ હોય તો જરૃરથી અકિલા ઉપર જાણ કરે તેવી વિનંતી...


દાયકાઓ પૂર્વે જન્મકુંડળી ૪૦ થી ૬૦ પેઇજની બનતી જેમાં ખૂબ ઝીણવટપૂર્વક આંકડા લખવામાં આવતા. આવી કુંડળીઓ બનાવવા પાછળ ૨૫-૩૦ દિવસો લાગતા. પરંતુ તેના આધારે મૃત્યુ સુધીની વિગતો સચોટ કહી શકાતી તેવી વાત જાણીતી છે.

 

(10:49 am IST)