Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ભગવતીપરામાં જાહેરમાં ધોડીપાસાથી પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને બી ડિવિઝન પોલીસે પકડ્યા

રાજકોટઃ બી ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી ત્યારે હે.કો.કેતનભાઇ નીકોલા, કોન્સ. કિશનભાઇ સભાડ તથા મિતેશભાઈ આડેસરાની બાતમી પરથી ભગવતીપરા, રૂખડીયાની પાછળ નદીના પટમાં દરોડો પાડી પાંચ શખ્સો ભાવેશ પંકજભાઇ તાલપરા ઉ.વ.-૨૮, રહે, સૈફીપાર્ક, બદ્રીપાર્ક ની બાજુમાં, ભગવતીપરા, , જગદિશ રમેશભાઇ રાઠોડ ઉ.વ.-૨૮, રહે, અંબિકા પાર્ક શેરી નં.-૧, ભગવતીપરા, રમઝાન કાસમભાઇ ચલાંગા ઉં.વ.-૩૨, રહે, ભગવતી પરા, બોરીચા સોસા., મિયાણાવાસ, તોસિફ મહેબુબભાઇ સૈયદ ઉ.વ.-૨૭, રહે, બોરીચા સોસા., મિયાણાવાસ, ભગવતીપરા, તથા હરેશ કાળુભાઇ ખેતલીયા ઉ.વ.-૩૫, રહે, જયપ્રકાશ નગર, શેરી નં.-૧૨, ભગવતીપરાને ઘોડીપાસાથી પૈસાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂપીયા ૧૨,૧૨૦ અને બે નંગ ધોડીપાસા કબ્જે કર્યા છે.

 પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ એહમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર.ટંડેલની સૂચના અને પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. કે.યુ.વાળા તથા એ.એસ.આઇ. સલીમભાઇ માડમ તથા પો.હે.કો.કેતનભાઇ નીકોલા તથા પો.કોન્સ. દિલીપભાઇ ખાંભરા તથા મીતેષભાઇ આડેસરા તથા પરેશભાઈ સોઢીયા તથા કિશનભાઇ સભાડ તથા દિવ્યરાજસીંહ કાળુભા તથા વિશ્વજીતસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

(8:29 pm IST)