Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરી ચોરાઉ બાઇક સાથે સગીરને ગાંધીગ્રામ-૨ (યુનીવર્સીટી) પોલીસે પકડ્યો: ગઈકાલે જ ચોરી થઇ હતી

રાજકોટઃ ગાંધીગ્રામ-૨ (યુની.) પોલીસ સ્ટેશન ડી. સ્ટાફના પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા તથા ડી સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. હરપાલસિંહ જે.જાડેજા તથા પો.કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, રૈયાગામ બસ સ્ટેશન પાસે હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. સાથે એક ઇસમ ઉભેલ છે અને તે મો.સા. ચોરીનું છે.  જેથી હકિકત આધારે કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર ચોરીના મો.સા. સાથે મળી આવતા કાળા રંગનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. નં. જી.જે. ૦૩ એફ.પી. ૭૧૫૧ ની કિ.રૂ.૨૫,૦૦૦ ગણી સીઆર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરને તેના વાલીની હાજરીમાં પુછપરછ કરી સોંપી આપેલ છે. મજકુર કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર પાસેથી મળી આવેલ મો.સા. નંબર પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરતા જિજ્ઞેશ પ્રવિણભાઇ વાડોલીયા રહે, રૂષીકેશ સોસા. શેરી નં.૩ શિવશકિત કોલાની સામે રાજકોટનું આવેલ હોય જે બાબતે તપાસ કરતા ગઇકાલ રાત્રીના નવેક વાગ્યે રૈયારોડ મેગા જીમ સામેથી ચોરી થયેલ હોવાનું જાણવા મળેલ છે.

સીપી, જેસીપી અને ડીસીપી મનોહરસિંહ જાડેજા  (ઝોન-૨) તથા ઇ.મદદનીશ પોલીસ કમિશ્નર એસ.આર.ટંડેલની રાહબરીમાં  પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા પો.હેડ.કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, યુવરાજસિંહ આર.ઝાલા તથા પો.કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, બલભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલે કામગીરી કરી હતી.

(8:36 pm IST)