Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

થર્ટી ફસ્ટનાં અંતર્ગત ડ્રાઇવ દરમિયાન કણકોટ એન્જીન્યરીંગ કોલેજ પાસે ખરાબના રસ્તેથી પ્રવીણ જેઠવાને તાલુકા પોલીસે દારૂના જથ્થા સાથે પકડ્યો

.એસ.આઇ. આર.બી.જાડેજા, પો.કો. મનિષભાઇ સોઢીયા તથા પો.કો.હરસુખભાઇ સબાડની બાતમી: પીઆઇ જે.વી. ધોળા, પીએસઆઇ એન.ડી.ડામોર અને ટીમની કામગીરી

રાજકોટ: થર્ટી ફસ્ટના તહેવાર અનુસંધાને દારૂના કેસો શોધવા માટે તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. આર.બી.જાડેજા, પો.કો. મનિષભાઇ સોઢીયા તથા પો.કો.હરસુખભાઇ સબાડને ચોકકસ બાતમી હકિકત મળેલ કે એક ઇસમ કણકોટ એન્જીન્યરીંગ કોલેજ પાછળ આવેલ સરકારી ખરાબામાં આવેલ રસ્તા પાસે એક ઇસમ પોતાના એકટીવા મો.સા. નંબર જીજે-૦૩-ઇ.ડી-૫૫૨૫ માં ઇંગ્લીશ દારુનો જથ્થો લઇને નિકળવાનો છે. આ બાતમી મુજબ તપાસ કરતા સદરહું વર્ણન વાળો શખ્સ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે મળી આવતા પકડી લઈ કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરેલ છે.

આરોપીનુ નામ પ્રવિણ મનુભાઇ જેઠવા (મોચી) (ઉ.વ.૪૧ ધંધો. મજુરી રહે માધાપર ચોકડી રત્નમ સ્કાય બિલ્ડીંગ ત્રીજા માળે ડી-ર રાજકોટ) છે. તેની પાસેથી ૪ર બોટલ રૂ.૨૫,૨૦૦નો દારૂ કબ્જે કર્યો છે.

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા  (ઝોન-ર) તથા મદદનિશ પોલીસ કમિશ્નર જેએસ.ગેડમ તથા એ.સી.પી. ક્રાઇમ ડી.વી.બસીયા તથા પો.ઇન્સ શ્રી જે.વી ધોળાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એન.ડી.ડામોર, એ.એસ.આઇ. આર.બી.જાડેજા તથા પો.હે.કો. વિજયગીરી ગોસ્વામી પો.હે.કો. મોહશીનખાન મલેક તથા પો.કો. અમીનભાઇ ભલુર તથા પો.કો. હરસુખભાઇ સબાડ તથા પો.કો. મનિષભાઇ સોંઢીયા તથા પો.કો. ધર્મરાજસિંહ રાણા તથા પો.કો. હર્ષરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(8:19 pm IST)