Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વર્ષ-૨૦૨૧ની નોંધપાત્ર કામગીરી: પીઆઇ એમ.સી. વાળાએ જણાવી વિગતો

ફ્રોડથી અરજદારોએ ગુમાવેલા ૯૬,૨૦,૦૪૦ પરત અપાવ્યા: ૧,૯૮,૮૧,૬ર૪ના ૧૩૩૬ મોબાઈલ પરત અપાવ્યા: બીજી પણ અનેક કામગીરી

રાજકોટ: શહેરમાં સાયબર ક્રાઇમના ગુન્હાઓ જેવા કે ઓનલાઇન નાણાકીય છેતરપીડી તેમજ સોસીયલ મીડીયામાં ખાસ કરીને મહિલાઓને થતી હેરાનગતી, છેતરપીંડી તથા હેકીંગ જેવા ગુન્હાઓનું પ્રમાણ વધતા આવા ગુન્હાઓને શોધી કાઢી તેમજ ગુન્હા બનતા અટકાવા રાજકોટ શહેર પોલીસ કટીબધ્ધ હોઇ તેમજ ગુજરાત સરકારશ્રી દ્વારા મોટા શહેરોમા સાયબર ક્રાઇમ ને લગતા ગુન્હાઓને ડામવા માટે રાજકોટ શહેર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવા આદેશ કરેલ હોય જેના અનુસંધાને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તા. ૨૭/૧૦/૨૦૧૮ થી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવાનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ છે અને હાલમા સાયબર ક્રાઇમના ગુન્હાઓનુ પ્રમાણ જોતા એક એ.સી.પી, બે પો.ઇન્સપેકટર તથા એક વાયરલેસ પો.ઇન્સ તથા ત્રણ પો.સ.ઇ તથા એક વાયરલેસ પો.સ.ઇ તથા અન્ય પોલીસ કર્મચારીઓની નિમણુક થયેલ છે સાયબર ક્રાઇમ પો.સ્ટે.મા સરકાર દ્વારા મોબાઇલ ડેટા રીકવરી, ડેટા રીકવરી તથા સોશીયલ મિડીયા મોનીટરીગ ના ટુલ્સ ઉપલબ્ધ છે.જેના દ્વારા સાયબર ક્રાઇમમા આવતી અરજીઓનો ત્વરિત નિકાલ કરવામા આવે છે

રાજકોટ શહેર ખાતે સાયબર ક્રાઇમ પો.સ્ટે. વર્ષ-૨૦૨૧ માં નોંધાયેલ ગુન્હાઓનુ સફળતા પુર્વક ટેકનીકલ એનાલીસીસ તથા તપાસ કરી ગુન્હાઓનુ ડીટેકશન કરી આરોપીઓની ધરપકડ કરેલ છે. તેમજ સાયબર ક્રાઇમ પો.સ્ટે. વર્ષ-૨૦૨૧માં ઓનલાઇન ફ્રોડમાં ગયેલ અરજાદારોના નાણાની તેમજ ખોવાયેલ ગુમ થયેલ મોબાઇલ પરત અપાવેલ છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામા આવેલ નાણાકીય રિકવરી

[ONLINE FRAUD RECOVERY] 

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ અલગ-અલગ અરજીઓ જેવી કે મોટીપી આપીને તથા ઓટીપી આપ્યા વગર ઓનલાઇન નાણાકીય ટ્રાન્જેકશન તથા ઇમેઇલ હેક કરી બેંક ડીટેઇલ મેળવી છેતરપીંડી કરેલ હોય જેવી નાણાકીય છેતરપીંડી ને લગતી અરજીઓમાં તાત્કાલીક જે-તે બેંકો કે અલગ અલગ ઓન લાઇન એપ્લીકેશન જેવીકે પેટીએમ તેમજ ફોનપે વગેરેનો સંપર્ક સાધી અરજીના કામે જે તે એકાઉન્ટ કે વોલેટ ફ્રીઝ કરાવી અને અરજદારોના ગયેલા નાણા પરત અપાવેલ છે. જે કુલ રૂપીયા ૯૬,૨૦,૦૪૦/- જેવી રકમ અલગ-અલગ અરજદારોને બેંક મારફત પરત અપાવેલ છે. 

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામા આવેલ મોબાઇલ રિકવરી

[M0BILE RECOVERY]

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વર્ષ-૨૦૨૧ અલગ-અલગ મોબાઇલ ગુમ બાબતની અરજીઓ આવેલ જેની તપાસ કરી મોબાઇલ નંગ- ૧૩૩૬ રીકવર કરેલ જેની કિંમત રૂ. ૧,૯૮,૮૧,૬ર૪/- છે. અને જે તે ગુમ મોબાઇલ અલગ-અલગ અરજદારશ્રી ઓને પરત કરેલ છે. 

[CRIME DETECTION]

વર્ષ-૨૦૨૧માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમને લગતા કુલ-૨૫ ગુન્હાઓ નોંધાયેલ જે ગુન્હામાં ટેકનીકલ એનાલીસીસ કરી ગુન્હાઓનુ ડીટેકશન કરી આરોપીઓની ધરપકડ કરવામા આવેલ છે.

CYBER AWARENESS 

વર્ષ-૨૦૨૧ માં સાયબર ક્રાઇમ અવેરનેશ માટે અલગ-અલગ ૧૨ જેટલા પોગ્રામો જુદા-જુદા સ્થળોએ યોજવામાં આવેલ જેને શોસ્યલ મીડીયા પ્લેટફોર્મ પર લાઇવ વિશાળ સંખ્યામાં લોકોએ નીહાળેલ હતા. તેમજ સાયબર અવેરનેશ ના પોગ્રામમાં વોલેન્ટીયર દ્વારા સાયબર અવેરનેશને લગતી પોસ્ટો તેમજ વિડીયો કલીપ બનાવીને શેર કરવામાં આવે છે. તેમજ સાયબર ક્રાઇમ એકસપર્ટ દ્વારા ઝુમ એપ્લીકેશન મારફતે અવેરનેશ બાબતે સ્કુલોમાં લેકચર લેવામાં આવેલ છે. 

 

(7:28 pm IST)