Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

પોકેટકોપ એપ્લીકેશનની મદદથી ત્રણ વાહન ચીરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી જીગ્નેશ અકબરીને પકડ્યો: હેન્ડલ લોક વગરના વાહનો ચોરી પેટ્રોલ ખૂટે એટલે મૂકી દેતો

પીઆઇ વી.કે. ગઢવી, પીએસઆઇ યુ.બી. જોગરાણા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. જે.વી.ગોહિલ તથા સી.એમ.ચાવડા, હેડ કોન્સ અભીજીતસિંહ જાડેજા તથા કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલને મળેલી હકીકતના આધારે પાડી ચોરીના ત્રણ મોટર સાયકલો સાથે જીજ્ઞેશ ઉર્ફે પટેલ રમેશભાઇ અકબરી (ઉવ.૩૬ રહે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે રખડતો ભટકતો રાજકોટ)ને પકડી લઈ ) સ્પલેન્ડર મોટર સાયકલ નં. GJ-03-AM-01-49, સ્પલેન્ડર મોટર સાયકલ નં. GJ-03-BH-6105 તથા સીડી ડીલક્ષ મોટર સાયકલ નં GJ-06-DS-5554 મળી કુલ રૂ. ૫૫,૦૦૦ના વાહનો કબ્જે લીધા છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એ.સી.પી.ક્રાઇમ ડી.વી.બીયાની રાહબરીમાં પોલીસ ઇન્સપેક્ટર વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર યુ.બી.જોગરાણા, તથા એ.એસ.આઇ. સી.એમ.ચાવડા તથા જેવી.ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અભીજીતસિંહ જાડેજા તથા પ્રદિપસિંહ જાડેજા, તથા ભાવીનભાઇ રતન તથા કરણભાઇ મારૂ તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી રખડતો ભટકતો હોય જેથી અલગ અલગ જગ્યાએ રખડતા રખડતા જે મોટર સાયકલમાં હેન્ડલ લોક મારેલ ન હોય તેને ડાયરેકટ કરી પેટ્રોલ હોય ત્યાં સુધી ફેરવતો અને પેટ્રોલ પુરૂ થયે અવાવરૂ જગ્યાએ મુકી દઇ ફરી પાછુ બીજું વાહન ચોરી કરવાની ફીરાકમાં રખડવા લાગતો હતો. આમ અલગ અલગ જગ્યાએ રખડીને હેન્ડલ લોક કર્યા વગરના મોટર સાયકલને ડાયરેકટ કરી ચોરી કરવાની ટેવ વાળો છે.

܀

 

(8:56 pm IST)