Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયેલા લોકો માટે રાજકોટમાં ફ્રી લીગલ સર્વિસ અપાશે

રાજકોટ તા.૩૦: રાજકોટના એડવોકેટ શ્રી સંજય એચ.પંડિતએ આર્થિક રીતે પછાત તેમજ ભ્રષ્ટાચાર સામેની લડતમાં મફત કાનુની સેવા આપવા માટે રાજકોટ લીગલ સપોર્ટ સર્વીસની રચના કરેલ છે.

હાલના સમયમાં અવાર નવાર ઘણા લોકો આર્થિક મંદિ અને સંકળામણને કારણે બાહુબલીઓ અને માથાભારે તત્વો પાસેથી ઉચા વ્યાજે નાણા લેતા હોય છે જે નાણા ઉચા વ્યાજ સહીત વ્યાજે લેનારે ચુકવી દીધા હોવા છતા આ માથાભારે તત્વો વ્યાજે નાણા લેનાર પાસેથી વધુ રકમની માંગણીઓ કરતા હોય છે અને જે રકમ વ્યાજે લેનાર ચુકવી નશકતા આ માથાભારે વ્યાજ ખોરોના ત્રાસથી વ્યાજે લેનાર  ચુકવી નશકતા આ માથાભારે વ્યાજ ખોરોના ત્રાસથી વ્યાજે લેનાર વ્યકિત આત્મહત્યા કરવા સુધી ના પગલા ભરી લેતી હોય છે અને પાછળથી તેનો પરીવાર રખડી પડતો હોય છે ત્યારે આવા સંજોગો માં આવા પ્રકારના વ્યાજખોરોના ત્રાસ થી ત્રાસી ગયેલ લોકોને પોતાના જીવનનો અંત આણવાનુ પગલુ નભરવુ પડે અને તે માટે આવા વ્યાજખોરોના ત્રાસથી પીડીત લોકોને કાનુની રક્ષણ મળી રહે અને તેનો જીવ બચાવી શકાય તેવા શુભ આશયથી આવા લોકોને મફત કાનુની સહાય તથા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે જે અંગે રાજકોટ લીગલ સપોર્ટ સર્વીસના પ્રમુખશ્રી એડવોકેટ સંજય એચ.પંડિતએ જાહેરાત કરેલ છે.

આ ઉપરાંત આ સંસ્થા કોઇપણ વ્યકિત પાસે કોઇપણ સરકારી ડીપાર્ટમેન્ટના ભ્રષ્ટાચાર અંગેની માહીતી કે પુરાવાઓ હોયતો આવી વ્યકિતને પણ ભ્રષ્ટાચારની લડતમાં મફત કાનુની સેવા પુરી પાડવામાં આવશે તેવું એડવોકેટ સંજય એચ.પંડિતએ પોતાની યાદીમાં જણાવેલ છે.

આ પ્રકારની કાનુની સેવા મેળવવા ઇચ્છુક વ્યકિતઓએ ૩૧૮-હીરા પન્ના કોમ્પલેકસ, ડો.યાજ્ઞિક રોડ ખાતે સાંજના ૫:૩૦ થી ૮ ની વચ્ચે સંપર્ક કરવો અથવા મો.૯૮૨૪૧ ૧૨૧૦૦ ુપર સંપર્ક કરવા 'રાજકોટ લીગલ સપોર્ટ સર્વીસ'ના પ્રમુખ શ્રી એડવોકેટ સંજય એચ.પંડિતએ પોતાની યાદીમાં જણાવેલ છે.

(4:07 pm IST)