Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

મહિલાઓ ઘરની ચાર દિવાલ છોડી પ્રવૃતમય બને : વિજયાબેન વાછાણી

પટેલ સમાજ અન્ય સમાજ માટે હંમેશા પ્રેરક રહ્યો છે : મેયર બીનાબેન : ડ્રીમ ક્રિએશન એકિઝબિશન સંપન્ન : સમાજના વિકાસની પ્રવૃતિઓમાં જયાં સુધી બહેનો ન જોડાય ત્યાં સુધી વિકાસ અધૂરો : ભાનુબેન બાબરીયા

રાજકોટ : સમાજની મહિલાઓ વડે, સમાજની મહિલાઓ થકી રાજકોટ શહેરની તમામ મહિલાઓને અનેક ચીજ વસ્તુઓ એક જ સ્થળેથી ખરીદવાનો અભૂતપૂર્વક અવસર આપતા ડ્રીમ ક્રિએશન એકિઝબિશનનો મેયર બીનાબેન આચાર્ય તથા મહિલા અગ્રેસરો વંદનાબેન ભારદ્વાજ, બીનાબેન મીરાણી અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ ખુલ્લો મૂકયો હતો.

સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આયોજીત આ એકિઝબિશનના ઉદ્દઘાટન સમારોહમાં મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યુ હતું કે આ પ્રકારના આયોજનોથી મહિલાઓ આવક ઉભી કરે જ છે પરંતુ તેનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે આયોજન અમલીકરણ અને વેપાર સંચાલન જેવી બાબતોમાં પણ મહિલાઓ સક્રિય અને સફળ યોગદાન આપી શકવા સક્ષમ છે તેવો આત્મવિશ્વાસ આવા આયોજનથી ઉભો થતો હોય છે. તેમણે કહ્યુ હતું કે શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઈ કણસાગરાએ મહિલાઓના ઉત્કર્ષ માટે આવો વિચાર કરી સમાજની પ્રવૃતિમાં મહિલાઓને પણ સમ્મલિત કરવા પ્રયાસ કરી રહ્યા છે તે અભિનંદનીય છે. પટેલ સમાજ હંમેશા અન્ય સમાજ માટે પ્રેરક રહ્યો છે ત્યારે આ દૃષ્ટિકોણ સાથેનું આયોજન સૌ માટે પ્રેરક બની રહેશે.

પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવ્યુ હતું કે સમાજ વિકાસની સમાજની પ્રવૃતિમાં જયાં સુધી બહેનો ન જોડાય ત્યાં સુધી વિકાસ અધૂરો રહે છે. આ અધુરપ પૂરી કરવાની દિશામાં વિચાર કરી શ્રી પટેલ સેવા સમાજે મહિલાઓ વડે, મહિલાઓ થકી સમસ્ત શહેરની મહિલાઓ માટે આયોજન કર્યુ છે તે સરાહનીય છે. મહિલાઓને સમગ્ર સંચાલન સોંપવાના સમાજના નિર્ણયને આવકારતા તેમણે કહ્યુ હતું કે મહિલાઓની શકિતમાં વિશ્વાસનંુ આ પ્રતિક છે, આ વિશ્વાસ સૌ સાથે મળી બનાવશે તેવી તેમણે આશા વ્યકત કરી હતી.

શ્રી પટેલ સેવા સમાજની મહિલા સંગઠન સમિતિના અધ્યક્ષા વિજયાબેન વાછાણીએ સમગ્ર આયોજનનો ખ્યાલ આપતા જણાવ્યુ હતું કે ૧૨૫થી વધુ સ્ટોલ્સ રાખવામાં આવેલ. મહિલાઓ, બાળકોની ચીજવસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો, ગાર્મેન્ટ્સ, ઘરવપરાશી ચીજોની વિશાળ શ્રેણી મળે તે રીતે આયોજન થયુ છે. ઉપરાંત એકિઝબિશન કોઈ વ્યાપારી દૃષ્ટિકોણથી નથી કરાયુ પરંતુ મહિલાઓ પણ સમાજ જીવનમાં ઘરની ચાર દિવાલ છોડી પ્રવૃત થાય તે ઉદ્દેશ કેન્દ્રમાં રાખી સ્ટોલ્સનું ભાડુ પણ લઘુતમ રખાયુ છે તો તમામ લોકો માટે પ્રવેશ પણ નિઃશુલ્ક રાખવામાં આવેલ. સાથોસાથ મુલાકાતીઓ માટે અલ્પાહાર, સ્વચ્છ પાણી, સુરક્ષાની વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે જેનું સંચાલન પણ મહિલાઓ કરી રહી હોવાનું યાદીમાં જણાવાયુ છે.

મેયરશ્રીનું સ્વાગત હેતલબેન કાલરીયાએ, વંદનાબેન ભારદ્વાજનું સ્વાગત હર્ષાબેન કાલરીયાએ, બીનાબેનનું સ્વાગત અંજનાબેન કણસાગરાએ, ભાનુબેન બાબરીયાનું સ્વાગત જાગૃતિબેન હુડકોએ તથા વિજયાબેન વાછાણીનું સ્વાગત ગીતાબેન સાપરીયાએ માં ઉમિયાનો ખેસ પહેરાવી કર્યુ હતું. તાજેતરમાં ઉંઝા ખાતે સંપન્ન થયેલા મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞમાં સામેલ થવા રાજકોટથી ઉંઝા સુધીની પદયાત્રા કરનારા રમાબેન સંતોકીનું મેયર બીનાબેન આચાર્યએ વિશેષ સન્માન કર્યુ હતું.

રાજેશ્રીબેન રોજીવાડીયાએ તમામ દાતાઓ તથા વિશેષ સ્ટોલધારકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતુ કે શહેરના મેયર અને નામાંકિત મહિલા અગ્રણીઓએ ઉપસ્થિત રહીને આવા આયોજન માટે સમાજની મહિલાઓને નવો ઉત્સાહ પૂરો પાડ્યો છે. શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલે આવા આયોજનને પ્રોત્સાહિત કરી સ્ત્રી સશકિતકરણનું કાર્ય કર્યુ. કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ ચાંગેલા તથા મીરાબેન ભટ્ટે કર્યુ હતું.

આ કાર્યક્રમમાં સર્વશ્રી ચંદ્રિકાબેન કણસાગરા, ઈલાબેન માંડવીયા, જયાબેન ધીંગાણી, શોભનાબેન ભલાણી, જયાબેન કાલરીયા, વિણાબેન ઘોડેસરા, દર્શનાબેન ચાંગેલા, રમાબેન કણસાગરા, જયાબેન ડઢાણીયા, ઉષાબેન વાછાણી, વિજયાબેન વાછાણી, શારદાબેન વરાસડા, કંચનબેન મકાતી, મંદાબેન કનેરીયા, કાંતાબેન વાછાણી, મીનાબેન રાછડીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ એકિઝબિશનને સફળ બનાવવા મહિલા સંગઠન સમિતિના બહેનો સર્વશ્રી વિજયાબેન વાછાણી, હેતલબેન કાલરીયા, રાજેશ્રીબેન રોજીવાડીયા, ચંદ્રિકાબેન ટીલવા, ગીતાબેન ગોલ, જલ્પા નંદાસણા, હર્ષિદાબેન કાસુન્દ્રા, અંજુબેન કણસાગરા, ગીતાબેન સાપરીયા, જાગૃતિબેન હુડકા, હર્ષાબેન કાલરીયા, નીતાબેન પરસાણીયા, ભારતીબેન કાલરીયા, કિરણબેન માકડીયા, વંદનાબેન ભડાણીયા, નયનાબેન ડાંગરેશીયા, રીટાબેન કાલાવડીયા, કિરણબેન વાછાણીએ જહેમત ઉઠાવી હતી.

(3:46 pm IST)