Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

દોડેંગે, ખેલેંગે, મોજ કરેંગે ઔર કયા...

રાજકોટ : સવાર થતા જ એક અલગ રોમાંચ અને ઉમંગ સાથે રાજકોટ મેરેથોનનો સુર્યોદય થયો હતો. દોડવાનો જુસ્સો સૌમાં હતો જ પરંતુ દાંડીયા રાસ ન રમે તો ગુજરાતી શાના ? લોકોએ દોડની સાથે રાસ અને ઝૂમ્બાનો ભરપુર આનંદ ઉઠાવ્યો હતો. મેરેથોન રૂટ ઉપર ૪૬ થી વધુ જગ્યાએ ડી. જે. ના સ્ટેજ, સેલ્ફી પોઇન્ટ, ચિયર રાંગ પોઇન્ટ ઉભા કરાયા હતાં. ઉપરોકત તસ્વીરમાં એક ચિયર સેના પોઇન્ટ પર વિદ્યાર્થીઓએ રાસની રમઝટ બોલાવી દોડ વીરોનો જુસ્સો વધાર્યો હતો. તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:44 pm IST)