Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

આર.આર. ઇવેન્ટસ દ્વારા કાલે નવા વર્ષને આવકારાશે

ડીજે સાયરા સૌપ્રથમ વખત રાજકોટમાં પરફોર્મન્સ કરશેઃ સાઉન્ડ સિસ્ટમ્સ, લાઇટ ઇફેકટસ સાથે મોસ્કયુરાઇટ થીમ આકર્ષણ જમાવશે

રાજકોટઃ તા.૩૦, આર.આર. ઈવેન્ટ આયોજીત ૨૦૨૦ને વેલકમ કરવા માટે શહેરના ગ્રીનલીફ કલબ ખાતે યોજાયેલી  પાર્ટીમાં સૌપ્રથમ વખત ૩ ડીજેના પરફોર્મન્સ જોવા મળશે જમાં ખાસ આકર્ષણ બનશે ઈન્ટરનેશનલ ફેમ ડીજે સાઈરા દેશ વિદેશમાં કરોડો લોકોને ઘેલું લગાડનાર ડીજે સાઇરા સૌપ્રથમ વખત ૩૧ ડિસેમ્બરની રાતને ડાન્સની મહેફીલમાં રંગી નાખવા આવી રહી છે તો સાથોસાથ રાજકોટના બે નામાંકિત ડીજે હાર્ડી અને ડી.જે. અમર  રાજકોટવાસીઓને જોમ ચડાવશે.

 આવતીકાલે અટલે કે ૩૧મી ડિસેમ્બરની રાતે જામનગર રોડ પર આવેલા ગ્રીનલીફ કલબ ખાતે ૩ ડીજેના સંગાથે નવા વર્ષને વેલકમ કરાશે. આર.આર. ઈવેન્ટ દ્વારા આ વખતે રાજકોટવાસીઓને જોમ ચડાવવા માટે ન્યુયર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં યોજાતી નવા વર્ષની પાર્ટીમાં એક જ ડીજે દ્વારા પરફોર્મન્સ આપવામાં આવતું હોય છે પરંતુ આ વખતે આર.આર, ઈવેન્ટસ ૩ ડીજેના પરફોર્મન્સ વાળી પાર્ટીનું આયોજન કર્યું છે. એક નહીં બે નહી પરંતુ   ત્રણ ત્રણ ડીજેના પર્ફોમન્સની રાજકોટમાં ન્યુયરની ઉજવણીમાં ચાર ચાંદ લાગી જશે.

 આ માસ્કયુરેટ થીમ બેઇઝ પાર્ટી બનાવવામાં આવી છે. ડી.જે. સાયરા  ડી.જે. હાર્ડી અને ડી.જે. અમર અલગ અલગ મ્યુઝીક ઉપર યુવા ધુનને ઝુમાવશે. ૮૦ હજાર વોટની સાઉન્ડ સીસ્ટમ અને લેઝર લાઈટીંગ તેમજ અદભુત સુરક્ષા સાથે આ પાર્ટીનું   આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સેલ્ફી બુધ, ટેટુઝ કાઉન્ટર, મોકટેલ બાર સહિતના ખાસ આકર્ષણો પણ ઉભા કરવામાં આવ્યા છે. ૩૧ ડિસેમ્બરની રાત્રે ૮ વાગ્યે શરૂ થનાર આ પાર્ટામાં અદભુત લાઈટ ઈફેકટસનો નજારો પણ જોવા મળશે. અને સાથે જ ગ્રીનલીફ કલબનું સ્વાદિષ્ટ ભોજન પણ લોકોને મળશે.

ગ્રીનલીફ કલબ ખાતે આકર્ષક સ્ટેજની પણ વ્યવસ્થા ફરવામાં આવી છે જમાં અદભુત એલઈડી એક અનેરૂ આકર્ષણ ઉભું કરશે સાથે  લાઈટ ઈફેકટસની પણ ઝલક પણ લોકોને મંત્રમુગ્ધ કરશે, આ થીમ બેઈઝ પાર્ટીમાં સ્પેશ્યલ ઈફેકટ સાથે ફાયર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને અનેક જાતના સસ્પેન્સમય આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે. આમ ત્રણ ડીજેના આકર્ષણની સાથે રાજકોટ વાસીઓને દ્યેલું લગાડવા માટે આર.આર. ઈવેન્ટસે અદભુત આયોજન કયું છે.   ઈવેન્ટને જાજરમાન બનાવવાનું બીડું ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની મુદ્રા ઈવેન્ટસે ઉપાડયું છે.  પાસ મેળવવા તેમજ વધુ માહિતી માટે મો.૯૦૨૩૩ ૯૮૪૫૮ અને ૭૦૪૬૪ ૩૪૫૯૪ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

(3:42 pm IST)