Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

રાજકોટ એરપોર્ટ પર ટાયર ફાટતા સ્પાઇઝ જેટનું વિમાન તૂટી પડયું

વિમાનમાં ૩પ થી ૪૦ મુસાફરો હતાઃ પાયલોટ સહિત ૭ ને ઇજાઃ ૧નું મોતઃ ૧૦II વાગ્યે ભારે દોડધામ... : જીલ્લા કલેકટરના ડીઝાસ્ટર તંત્ર-એરપોર્ટની સફળ મોકડ્રીલઃ એરપોર્ટ ઉપર જ મેડીકલ કેમ્પ ઉભો કરાયોઃ CISF-SOG-પોલીસ-ડોકટરો દોડી ગયા...

રાજકોટ તા. ૩૦ :..  આજે સવારે ૧૦II વાગ્યાની આસપાસ મુંબઇથી રાજકોટ આવતી સ્પાઇસ જેટની ફલાઇટ રાજકોટ ઉતરણ સમયે તુટી પડતા દોડધામ થઇ પડી હતી.

આજે સવારે ૧૦II વાગ્યાની આસપાસ સ્પાઇલ જેટની ફલાઇટે બે ચક્કર લગાવ્યા બાદ ટેકનીકલ ખામી સર્જતા એરપોર્ટ ટાવર સાથે સંપર્ક ગુમાવ્યો હતો, અને એરપોર્ટ ઉપર જ ક્રેશ થઇ ગયું હતું.

સાધનોના ઉમેર્યા પ્રમાણે પ્લેનનું ટાયર ફાટતા વિમાન તુટી પડયું હતું. પ્લેનમાં ૩પ થી ૪૦ મુસાફરો હતાં. તેમાં ૬ ને ઇજા થઇ હતી, પાયલોટ પણ ગંભીર રીતે ઘવાયા હતાં.

ઘટનાની જાણ થતા જ રાજકોટ કલેકટર  ના ડીઝાસ્ટર અધિકારી શ્રી પ્રિયંક સિંઘ અને તેમનો સ્ટાફ તમામ ઇકવીપમેન્ટ સાથે દોડી ગયા હતાં. આ ઉપરાંત કોર્પોરેશનનું ફાયર બ્રિગેડ, એમ્યુલન્સ, સીવીલ હોસ્પીટલ અને  અન્ય તમામ મોટી હોસ્પીટલનો તમામ ડોકટર અને સ્ટાફ તથા સીઆઇએલએફ.ના જવાનો, એસઓજીનો સ્ટાફ એરપોર્ટ ઉપર દોડી ગયા હતાં. ક્રેસને કારણે વિમાનમાં આગ લાગત પાણીનો મારો ચલાવાયો હતો.

વિમાન તૂટી પડતા ૧ મહિલાનું સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું.

પ્લેનમાં ૩૦ થી ૪૦ જેટલા મુસાફરો હતા તે તમામને બચાવી લેવાયેલ અને સ્થળ ઉપર જ મેડીકલ કેમ્પ ખોલી સારવાર આપવાનું શરૂ કરાયું હતું. મુંબઇ-રાજકોટની આ ફલાઇટ અંગે ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો હતો.

આજે આ એક સફળ મોકડ્રીલ યોજાઇ હતી અને માત્ર ૧પ થી ર૦ મીનીટમાં તમામ ટીમોએ પહોંચી જઇ મુસાફરોને ઉગારી લીધા હતાં. મોકડ્રીલ અંગે કલેકટર - પોલીસ તંત્રને  રીપોર્ટ કરી દેવાયો છે.

એકપણ ડીપાર્ટમેન્ટ મોડો પડયો ન હતો. કોઇ ક્ષતિ ન હતી.

(3:29 pm IST)