Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

સહકાર સોસાયટીમાં બનાવ

૧૦ માસ પહેલા જ બીજા લગ્ન કરનાર કાજલ ઠુમ્મરનું બાથરૂમમાં પડી જતાં મોત

અતુલ ઠુમ્મર સાથે દસ માસ પહેલા જ બીજા લગ્ન કર્યા'તાઃ અતુલનું આ ત્રીજુ ઘર હતું

રાજકોટ તા.૩૦: સહકાર સોસાયટી-૮માં રહેતી કાજલબેન અતુલભાઇ ઠુમ્મર (ઉ.૨૬) નામની પરિણીતા સવારે બાથરૂમમાં પડી જતાં બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

કાજલબેનના માવતર લોધીકાના પારડી ગામે રહે છે. તેણીના અતુલ ઠુમ્મર સાથે બીજા લગ્ન હતાં. દસ મહિના પહેલા જ લગ્ન કર્યા હતાં. જ્યારે અતુલના આ ત્રીજા લગ્ન હતાં. તેની અગાઉની બે પત્નિના પણ કુદરતી મૃત્યુ થયા હતાં. અતુલ ઠુમ્મરને આજી વસાહત શ્રી હરિ ઇન્ડસ્ટ્રીમાં બજરંગ સ્ટીલ નામે કારખાનુ છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૯)

(4:16 pm IST)