Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

૩૧મીના આગલા દિવસે ક્રાઇમ બ્રાંચ આજીડેમ પોલીસના બે દરોડાઃ ૧.૬૪ લાખનો દારૂ કબ્જે

માજોઠીના ડેલામાંથી ૩૦૦ બોટલ સાથેની કવાલીસ કબ્જેઃ આજીડેમ ચોકડી પાસે ૧૨૫ બોટલ સાથેની બોલેરો ડિવાઇડરમાં ચડી ગઇ

રાજકોટ તા. ૩૦: આવતી કાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર છે ત્યારે પોલીસે દારૂના બે દરોડા પાડી રૂ.૧ લાખ ૬૪ હજારનો દારૂ અને કવાલીસ તથા બોલેરો મળી સાડા ચાર લાખના વાહનો કબ્જે લીધા છે. ક્રાઇમ બ્રાંચ અને આજીડેમ પોલીસે આ દરોડા પાડ્યા હતાં.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટ તથા એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ.એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એ. એસ. સોનારા, હેડકોન્સ. મોહનભાઇ મહેશ્વરી, કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, અનિલભાઇ સોનારા, રામભાઇ વાંક, હરદેવસિંહ રાણા, નિલેષભાઇ ડામોર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ઘનશ્યામસિંહ ચોૈહાણ, અનિલભાઇ સોનારા અને હરદેવસિંહ રાણાને મળેલી બાતમી પરથી દુધ સાગર રોડ પર માજોઠીનગર મેનઇ રોડ પર બાબા માજોઠીના ડેલામાં દરોડો પાડતાં ત્યાંથી રૂ. ૧,૨૦,૦૦૦નો ૩૦૦ બોટલ દારૂ ભરેલી કવાલીસ નં. જીજે૩એબી-૫૩૨૭ રૂ. ૨ લાખની મળી આવતાં કબ્જે લઇ બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. એફ.આર. રાઠવાની રાહબરીમાં પીએસઆઇ આર. વી. કઢછા, ડી. બી. ગઢવી, એએસઆઇ સી.એમ. ચાવડા, હેડકોન્સ. જયેશભાઇ નિમાવત, કોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, જયદિપસિંહ બોરાણા, જયદેવ બોરીચા, પીસીઆર-૧૩ના ઇન્ચાર્જ કોન્સ. મહેન્દ્ર પારબીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે આજીડેમ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચેના રોડ પર કિસાન ગોૈશાળા તરફ જવાના રસ્તે જીજે૩સી-૩૪૩૪ નંબરની બોલેરો ડિવાઇડર પર ચડી ગયાની જાણ થતાં ત્યાં ટૂકડી પહોંચતા ચાલક ભાગી ગયો હતો. બોલેરોમાંથી રૂ. ૪૪૫૦૫નો ૧૨૫ બોટલ દારૂ મળતાં તે તથા અઢી લાખની બોલેરો કબ્જે કરવામાં આવી હતી. (૧૪.૯)

(4:14 pm IST)