Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

નવા વર્ષના આગમનને વધાવવા કાલે ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ

વિવેકાનંદ યુથ કલબ દ્વારા બે થેલેસેમીયા- પીડીત બાળકોને સાયકલ અપાશેઃ ચક્ષુદાન-દેહદાન-અંગદાન-થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન- ગોવિંદભાઈનું સન્માન

રાજકોટ,તા.૩૦ : સમાજમાં આજે ચારે તરફ અશાંતિનું વાતાવરણ પ્રવર્તે છે. ત્યારે લોકોમાં ધર્મ ભાવના વધે, વાતારવણ પવિત્ર બને, સમાજમાં સુખ, શાંતિ વધે તેમજ થેલેસેમીયા પીડિત બાળકોની વેદના હળવી બને, બાળકો સાજા, નરવા રહે તેવા જનકલ્યાણના શુભ આશયથી વિવેકાનંદ યુથ કલબ દ્વારા પ્રભુ ઈસુના ૨૦૧૮ના નવા વર્ષના આગમનને વધાવવા ગાયત્રી પરિવાર- રાજકોટના સહયોગથી તા.૩૧ રવિવારે સવારે ૯ થી ૧૨ સુધી ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ માસ્તર સોસાયટીની વાડી, શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે યોજવામાં આવેલ છે. યજ્ઞમાં આહુતિ આપતી વેળાએ બહેનો પોતાના પરિવારના નાના, મોટા કોઈપણ સભ્યોને કોઈ પ્રકારનું વ્યસન હશે તો વ્યસન મુકત બને તે માટેનો સામુહિક સંકલ્પ કરશે ગાયત્રી યજ્ઞ નિમિતે આસોપાલના તોરણ બાંધવામાં આવશે ૧૧:૩૦ વાગે ગાયત્રી માતાનો જયજયકાર કરી બીડું હોમવામાં ત્યારબાદ પ્રસાદ વિતરણ કરાશે.

૧૧ કુંડી મહાયજ્ઞના પુનિત પ્રસંગે બ્રહમાકુમારી અંજુ દીદી, ધર્મજીવન સોસાયટીમાં આવેલ ચિત્રકુટધામ મંદિરના મહંત પૂ.ગોકટરણદાસ બાપુ, માસ્તર સોસાયટીના પ્રમુખ નાનુભાઈ બોરીચા, શહેર ભાજપ ઉપપ્રમુખ વીરેન્દ્રસિંહજી ઝાલા, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરાના મુકેશભાઈ દોશી, સમસ્ત બ્રહમ સમાજના પ્રમુખ જનાર્દનભાઈ આચાર્ય, જયંતિલાલ એમ.પટેલ, ખોડલધામના ટ્રસ્ટ હરેશભાઈ પરસાણા, હરીશભાઈ હરીયાણી, મોઢવણિક સમાજના હિરેનભાઈ છાપીયા વગેરે ઉપસ્થિત રહેશે.

ધર્મકાર્યની સાથે ચક્ષુદાન, દેહદાન, અંગદાન, થેલેસેમીયા, જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે જે અંતગર્ત બેનર લગાડવામાં આવશે તેમજ લોકો અંગદાન, ચક્ષુદાન, દેહદાન કરવા માંગતા હશે તો તેના સંકલ્પપત્રો ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને પત્રિકાનું વિતરણ કરવામાં આવનાર છે. લંડન નિવાસી દાતા પ્રિયાબેન જોષીના આર્થિક સહયોગથી બે થેલેસેમીયા પીડિત બાળકો નિષ્ણાંત મહેન્દ્રભાઈ ભોજાણી અને વિધિ સાગરભાઈ જાદવને નવી સાઈકલ ભેટ આપવામાં આવશ. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનું અભિયાન પણ કરવામાં આવશે. આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, દિનેશભાઈ ગોપાણી, મીતલ ખેતાણી, હસુભાઈ શાહ, ઉપેનભાઈ મોદી, અશ્વીન ચૌહાણ, કિશોર ટાકોદરા, નયન ગંધા, પરેશ વોરા, દિપક નકાસાણીયા, પંકજ રૂપારેલીયા, દિલીપ સુચક વગેરે કાર્યરત છે.(૩૦.૫)

(4:13 pm IST)