Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

મોટેલ ધ વિલેજ ખાતે કાલે 'જલસો ૨૦૧૮'

નવા વર્ષના આગમનને વધાવવા મોજ , મસ્તી, ધમાલ અને ખાણીપીણીનો જામશે સંગમ : ડી.જે ની ટયુન સૌને થીરકવા મજબુર કરશે : પપેટ શો, ટેટુ આર્ટ, મેજીક, રાજસ્થાની નૃત્યના કાર્યક્રમો

રાજકોટ તા. ૩૦ : છેલ્લા ૨૭ વર્ષથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવી રાજકોટની ભાગોળે આવેલ 'મોટલ ધ વિલેજ' ખાતે સતત ૨૮ માં વર્ષે પણ નવા વર્ષને મોજ, મસ્તી, ધમાલ અને સ્વાદના સંગમ સાથે વધાવવા કાલે તા. ૩૧ ડીસેમ્બરના સાંજે 'જલસો-૨૦૧૮' નું ધમાકેદાર આયોજન કરાયુ છે.

કાલાવડરોડ પર આવેલ મોટલ ધ વિલેજના આંગણે વિદાય લેતા ૨૦૧૭ ના વર્ષને આવજો કહેવા અને નવા આગમન કરતા ૨૦૧૮ ના વર્ષને સુસ્વાગત કહેવા જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે.

ડાન્સ, મ્યુઝીક અને ખાણીપીણીની મોજ સાથે ઉજવણી કરવા અફલાતુન આયોજન ઘડી કઢાયુ છે. ડીનર વીથ ડાન્સમાં ચાર ચાર ડી.જે. સૌને ઝુમવા મજબુર કરી દેશે. ડી.જે. એન મેન, ડી. જે. રીશીરાજ, ડી.જે. પાઇલોટ, ડી.જે. અભિષેક તેમજ રેડ એફએમના આર.જે. નીશીતા સૌને મનોરંજનના દરીયામાં ધુબાકા મરાવશે.

ટેટુ આર્ટીસ્ટ, મેજીશ્યન, પપટે શો, કેરેકટર આર્ટીસ્ટ, રાજસ્થાન નૃત્યનો જમાવડો સમગ્ર આયોજનને વધુ મનોરંજક બનાવી દેશે. મોટેરાઓની સાથે બાળકો પણ આનંદ લુંટી શકે તેવી સુંદર વ્યવસ્થા અહીં કરાઇ છે.

બરાબર રાત્રે ૧૨ વાગ્યે વર્ષ ૨૦૧૮ ને આતશબાજી કરીને ભવ્ય રીતે વધાવવામાં આવશે. આમ મોજ, મસ્તી, ધમાલભર્યા વાતાવરણમાં મોટેલ ધ વિલેજમાં દિવસ ઉગ્યાનો અહેસાસ કરાવાશે.

સમગ્ર આયોજન માટે મોટલ ધ વિલેજ પરીવારના હિતેશભાઇ, યોગેશભાઇ પોપટ, રચિતભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉત્સવમાં સામેલ થવા અને વધુ માહીતી માટે મોટેલ ધ વિલેજ રીસોર્ટ પ્રા.લી., કાલાવડરોડ, રાજકોટ (ફોન-૦૨૮૧ ૨૭૮૩૩૧૩ અથવા ૨૭૮૩૩૨૨ મો.૯૭૧૨૭ ૮૩૩૩૩) ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૨)

(4:12 pm IST)