Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

કાલે રાત્રે ૧૨ના ટકોરે ફાયર શો થી નવા વર્ષને આવકારશે

લાઇટીંગ ડેકોરેશન- લાઇવ મ્યુઝીક સંગ યુવાઓ ઝુમશેઃ બાળકોથી માંડી મોેટેરાઓ આનંદ માણી શકે તે માટે યુફોરીયા એન્ટરટેઇનમેન્ટનું આયોજન

 રાજકોટઃ તા.૩૦, ૨૦૧૭નાં વર્ષને વિદાઇ થવાની ઘડીયો ગણાઇ રહી છે ત્યારે રંગીલા રાજકોટની જનતા વર્ષ ૨૦૧૭ને બાયબાય કરવા તેમજ વર્ષ ૨૦૧૮ને વેલકમ કરવા માટે થનગની રહી છે. રાજકોટની રંગીલી જનતા ચાલુ વર્ષની આખરી પૂર્વ સંધ્યા અને આગામી વર્ષ ૨૦૧૮ને આનંદમય રીતે વેલકમ કરી શકે તે માટે, યુફોરીયા એન્ટરટેઇન્મેન્ટ દ્વારા ૩૧મીના નવા વર્ષને રાત્ર ૮ વાગ્યે રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર આવેલ હોટલ કિંગસ ક્રાફટના પટાંગણમાં  વેલકમ  કરવા માટે થર્ટી ફર્સ્ટ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. 

જેમાં આઇપીએલ ક્રિકેટ ટુનામેન્ટની ગુજરાત  લાયન્સ  ટીમના ઓફિસિયલ ડીજે અક્કી રાજકોટની જનતાને લાઇવ મ્યુઝીક થી મન મુકીને નચાવશે

 આ કાર્યક્રમનું આયોજન હોટેલ કિંગસ ક્રાફટના ખુલ્લા લોન વાળા પાર્ટી પ્લોટમાં કરવામાં આવનાર છે. નયનરમ્ય લાઇટીંગ થી ડેકોરેશન સાથે અનોખી અને અદ્યતન સાઉન્ડ સીસ્ટમ સાથે લોકો ડીજે અક્કી સંગાથે લાઇવ મ્યુઝીકમાં મન મુકિ ને નાચી ને વર્ષ ૨૦૧૭ને બાય બાય કરી વર્ષ ૨૦૧૮ને આવકારશે, આ કાર્યક્રમમાં અદભુત  ફાયર શો નો પણ આનંદ  લોકો માણી શકાશે,  પારિવારીક  વાતાવરણમાં યોજનાર  આ કાર્યક્રમમાં બાળકો યુવક યુવતીઓ અને વુધ્ધો ભાગ લઇને મજા માણી  ઉત્સાહપુર્વક  વર્ષના આગમનને ડીનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુફોરીયા એન્ટરટેઇન્મેન્ટના પ્રતિક પોપટ, તેજસ શીશાંગીયા, અને સંદીપ કોટેચા જહેમત ઉઠાવી રહયા છે.  પાસ તેમજ વધુ વિગત માટે ૯૭૨૪૬૮૧૦૧૦ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪૦.૪)
 

(4:11 pm IST)