Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રેસકોર્ષ સંકુલ ઝળહળતુ કરોઃ ડો.દર્શિતાબેન શાહ

ફન સ્ટ્રીટવાળા રસ્તા તથા સ્ટેપ ગાર્ડન પાસે લાઇટીંગ વધારવા ડે.મેયર દ્વારા મ્યુનિ.કમિશ્નર ને રજૂઆત

રાજકોટ,તા.૩૦: શહેરનાં રેસકોર્ષ પર આવેલ સ્ટેપ ગાર્ડન તથા ફન સ્ટ્રીટવાળા રસ્તા પર લાઈટીંગ વધારવા ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ દ્વારા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીને પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે  ડો. દર્શિતાબેન શાહે જણાવેલ છે કે, ઙ્ગશહેરમાં જુદા જુદા ફરવાના સ્થળોમાં રેસકોર્ષ મુખ્ય છે. આ રેસકોર્ષ ઉપર સ્ટેપ ગાર્ડન આવેલ છે. આ સ્ટેપ ગાર્ડનમાં બહોળી સંખ્યામાં સહેલાણીઓ તથા નગરજનો કુટુંબો સહીત આવતા હોય છે. રાત્રીના સમયે આ સ્ટેપ ગાર્ડનમાં મુકવામાં આવેલ પોલની સંખ્યા ઓછી હોય, જેથી લાઈટીંગ દ્યણું ઓછુ પડે છે જેથી અહિ આવતા લોકોને રાત્રીના સમયે થોડી ઘણી મુશ્કેલીઓ રહે છે. જેથી પોલ વધારી અને સત્વરે લાઈટીંગ વધારવું જરૂરી છે. તેમજ અહિ બાજુમાં ફન સ્ટ્રીટ વાળો રસ્તો આવેલ છે. આ રસ્તા પરથી બાલભવન, આર્ટ ગેલેરી તથા અંદરના ગાર્ડનમાં જવા માટે લોકો પસાર થતા હોય છે. આ રસ્તા પર પણ રાત્રીના સમયે લાઈટીંગ ઘણું ઓછું છે. જેથી આ રસ્તા પર પણ નવા પોલ નાખવાના અથવા તો  લાઈટની સંખ્યા વધારવી જરૂરી છે.

 વધુમાં ડો.દર્શિતાબેન શાહે જણાવેલ છે કે, રાજકોટના હાર્દ સમા રેસકોર્ષ પર સ્ટેપ ગાર્ડન આવેલ છે તથા ફન સ્ટ્રીટવાળો રસ્તો આવેલ હોય, રાત્રીના સમયે શહેરીજનોને મુશ્કેલી ન પડે તે ધ્યાને લઈ, સત્વરે ઘટિત કાર્યવાહી હાથ ધરવા જણાવેલ છે.(૨૮.૨)

 

(4:10 pm IST)