Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

વિજયભાઇ વચનોના નહિ પણ એકશનના વ્યકિતઃ બોલવા કરતા લોકકાર્યોમાં વધુ વિશ્વાસ

કાલે મુખ્યમંત્રીના વધામણા કરાશેઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ તા.૩૦, આવતીકાલ તા.૩૧ના રાજકોટ આવી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના અભિવાદન માટે ઘરે ઘરે ઉલ્લાસ છવાયો છે ત્યારે આ અંગે ભાજપના પ્રદેશ પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે વિજયભાઈનું અભિવાદન એ પુરા રાજકોટ માટે વિજયોત્સવ છે આ સાર્વજનિક જાણ ઉત્સવ મા તમામ લોકોને જોડાવા તેમણે અપીલ કરી હતી.

 વિજયભાઇના હૈયે આખા ગુજરાતનું હિત વસેલું છે. એ બધાજ જાણે છે. પરંતું તેમના હૃદયના એક ખુણામાં રાજકોટ માટે અતિ વિશિષ્ટ સ્થાન છે. વિજયભાઇએ રાજકોટને અને રાજકોટે વિજયભાઇને ઘણુ ઘણુ આપ્યું છે. આ શહેરમાં તેમનું બાળપણ વિત્યુ, અહી કોલેજકાળથી તેમના સંધ અને નેતાના સંસ્કારોનું સિંચન થયું, અહીથી જ તેમણે શુધ્ધ રાજનીતિની શરૂઆત કરીને જાહેર જીવનમાં જંપલાવ્યું. આજ શહેરે તેમને નાના મોટા પદ આપ્યા, ધારાસભ્ય અને મંત્રી તરીકેની જવાબદારી મળી અને છેવટે મુખ્યમંત્રી બન્યા અને રીપીટ પણ થયા સામા પક્ષે વિજયભાઇએ પણ રાજકોટવાસીઓનું ઋુણ ચુકવવા ભરપુર પ્રયાસો કર્યા.

વિજયભાઈ રૂપાણીની મુખ્યમંત્રી તરીકે વરણી થઈ એ સાથે સૌરાષ્ટ્ર માટે પણ વિકાસના દ્વાર ઊઘડી ગયા છે. અગાઉ તેઓ રાજકોટ-અમદાવાદ વચ્ચે સિકસ લેન અને રાજકોટ-મોરબી વચ્ચે ફોર લેન હાઈ-વે બનાવવાનો ક્રાંતિકારી નિર્ણય લઈ ચૂકયા છે. નર્મદાના પાણી સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ગામેગામ પહોંચાડવાનો નિર્ધાર તેઓ કરી ચૂકયા છે. રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે, ભાજપના અન્ય મુખ્યમંત્રીઓની જેમ વિજયભાઈએ પણ સૌરાષ્ટ્ર પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૌરાષ્ટ્રની મુખ્ય જરૂરિયાત જળ છે, એક વખત પાણી મળે તો સૌરાષ્ટ્રની પ્રજા, ઉદ્યોગપતિઓ, ખેડૂતો વગેરે મળી ને જબરદસ્ત વિકાસ સાધી શકે છે. વિજયભાઈ વચનોના નહીં પણ એકશનના માણસ છે. તેઓ બોલવા કરતા વધુ વિશ્વાસ કાર્યો કરવામાં રાખે છે. તેમને મન લોકકાર્યોથી વિશેષ બીજું કશું જ નથી.(૪૦.૫)

(4:09 pm IST)