Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

સૌ સાથે મળીને વિજયભાઇને કાલે ફુલડે વધાવશે

શહેર ભાજપ અને વિવિધ સમાજો તથા પ૧ સંસ્થાઓનું સહીયારૂ આયોજનઃ એરપોર્ટ ખાતે : ઉમટી પડવા કમલેશ મીરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડનો અનુરોધ

રાજકોટ, તા., ૩૯: ભાજપના નેતૃત્વવાળી સરકારના સતત બીજી વાર મુખ્યમંત્રી બન્યા બાદ સૌ પ્રથમ વખત રાજકોટ શહેર ખાતે વિજયભાઇ રૂપાણી આવી રહયા હોય શહેરના સૌ કાર્યકર્તાઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

કાલે તા.૩૧ ડીસેમ્બરના રવિવારે બપોરના ૩.૩૦ કલાકે શહેરનાં એરપોર્ટ ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ આવકારશે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના વિવિધ મોરચા જેમ કે યુવા મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, અનુસુચિત જાતી મોરચો, કિસાન મોરચો, લઘુમતી મોરચાના કાર્યકર્તાઓ પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આવકાર્ય કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.

આ તકે શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કિરણબેન માકડીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમાભાઇ ભાલીયા, લલીતભાઇ વાડોલીયા, અનુસુચીત જાતી મોરચાના પ્રમુખ ડી.બી.ખીમસુરીયા, મહામંત્રી પ્રવિણ ચૌહાણ, નાનજીભાઇ પારધી, શહેર ભાજપ કિશાન મોરચાના પ્રમુખ પ્રવિણ કિયાડા, રસીકભાઇ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હારૂન શાહમદાર, મહામંત્રી યાકુબખાન પઠાણ, વાહીદ સમા સહીતના મોરચાના હોદેદારો દ્વારા મોરચાના કાર્યકર્તાઓને વિજયભાઇ રૂપાણીના આવકાર્ય કાર્યક્રમમાં 'સબ સમાજ કો લીયે સાથ મે'ના નારા સાથે બહોળી સંખ્યામાં ઉમટી પડવા અપીલ કરવામાં આવી હતી.

વિવિધ સમાજના લોકો  પરંપરાગત પોષાકમાં જોડાશે

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે સૌ કાર્યકર્તાઓમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ છે.

ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ આવકારશે. આ અંતર્ગત તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. અદ્યતન સ્ટેજ, સુશોભન, રંગોળી, બેન્ડની સુરાવલી, તરણેતરની રાસમંડળી, ટ્રેડીશ્નલ ડ્રેસમાં રાસ તેમજ વિવિધ સમાજના આગેવાનો પોતાના પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીનું અદકેરૂ સન્માન કરશે. આમ અંતમાં કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે રાજકોટ કા બેટા, ગુજરાત કા નેતાના રાજકોટ એરપોર્ટ ખાતે સત્કારવા શહેરભરમાંથી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓને ઉમટી પડવા અનુરોધ કરતા જણાવ્યું હતું.

રઘુવંશીઓ મોટી સંખ્યામાં જોડાશેઃ કાશ્મીરાબેન

કાલે બપોરે એરપોર્ટ પર લોહાણા સમાજ દ્વારા શ્રી વિજયભાઇ રૂપાણીનું ભવ્ય સ્વાગત કરાશે તેમાં સૌ રઘુવંશીઓને ઉમટી પડવા શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીએ અનુરોધ કર્યો છે. સૌના પોતીકા અને પરગજુ પ્રકૃતિ ધરાવતા વિજયભાઇ કાલે બપોરના ૩.૩૦ કલાકે રાજકોટ પધારશે. ત્યારે રાજકોટ એરપોર્ટ ઉપર તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે. રઘુવંશી સમાજના વરિષ્ઠ અગ્રણીઓ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, વિણાબેન પાંધી, નીતીનભાઇ રાયચુરા, સુરેશભાઇ ચંદારાણા, જનકભાઇ કોટક, મીતલભાઇ ખેતાણી, હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, યોગેશભાઇ પુજારા, રાજુભાઇ પોબારૂ, ઉમેશભાઇ નંદાણી, બાલાભાઇ પોપટ, પરેશભાઇ વિઠલાણી તથા રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ, મહિલા મંડળો રાજકોટમાં વસતા સર્વે રઘુવંશી સમાજના ભાઓ-બહેનો વગેરે રઘુવંશી શ્રેષ્ઠીઓ વિજયભાઇને ફુલડે વધાવવા એરપોર્ટ પહોંચશે અને વિજયભાઇનું અભિવાદન કરશે.

સમાજ સેવા સંગઠનનના હૈયે હરખઃ જનાણી

સમાજ સેવા સંગઠક યશવંતભાઇ જનાણીએ નવા વરાયેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે તેમના નેતૃત્વમાં ગુજરાતની સામાજીક સમરસતા અને એકતા વધુ મજબુત બનશે. ગરીબ અને મધ્યમવર્ગની જનતાને ધ્યાનમાં રાખી વિકાસ અને રોજગારીની નવી દિશા ખુલશે તેવી આશા છે. ચુંટણી સમયે બહાર પાડેલા સંકલ્પપત્રને ધ્યાનમાં લેવા અનેતે પ્રમાણે પગલા લેવા અનુરોધ કરેલ છે. રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણીના રાજકોટ પશ્ચિમની બેઠક ઉપર થયેલા વિજયથી અને તેઓ ફરીવાર મુખ્યમંત્રી બન્યા તે માટે તેમની એક સમયનાં સમકાલીન છાત્ર નેતાઓ અને નવનિર્માણના કાર્યકર્તાઓ ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે તેમ હરખ વ્યકત કરતા યશવંત જનાણી (ફોન-૦ર૮૧- રરર૮૪૧૦)ની યાદીમાં જણાવ્યું છે. (૪.૧૦)

(4:09 pm IST)