Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રાજય સરકાર લોકો માટે નવી રાહતદરની ઇમ્પેકટ યોજના જાહેર કરેઃ BLOમાં માત્ર પુરૂષ

કર્મચારી જ રાખોઃ નિવૃત કર્મચારીઓને આવરી લો..

તંત્રી.

રાજકોટ તા. ૩૧ :.. શહેરના ૧ રૂડાનગર ખાતે રહેતા, શાસ્ત્રી ઉમેશભાઇ પંડયાએ રાજયના મુખ્યમંત્રીને સંબોધી 'અકિલા' કાર્યાલય ખાતે તંત્રીશ્રીને મહત્વના અને આવકારદાયક સજેશનો ઇમ્પેકટ ફી-ચૂંટણી-સરકારી હોસ્પીટલમાં વૃક્ષ ઉછેર-તમામ સરકારી કર્મચારીઓને યોગ -પ્રાણાયામ તાલીમ  આધાર કાર્ડ-પાનકાર્ડ ફરજીયાત ન રાખવા, તથા બે દિકરી કે એક સંતાન ધરાવનાર નિવૃત-વર્તમાન કર્મચારીના સંતાનને સરકારી નોકરીના લાભો વિગેરેનો સમાવેશ થાય છે.

પ્રતિ,મુખ્યમંત્રીશ્રી,

સચિવાલય, ગાંધીનગર

માનનીય સાહેબશ્રી,

નીચેના સજેશનો અંગે યોગ્ય કરવા વિનંતી છે.

(૧) રાજજય સરકાર દ્વારા આમજનતાના હિત માટે નવી રાહતદરની ઇમ્પેકટ યોજના જાહેર કરવામાં આવે તે માટે વિનંતી છે.

(૨) તિબેટીયન ડોકટરોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ તથા ટોકનદરે દવા વિતરણના કેમ્પ રાજકોટમાં તમામ સરકારી હોસ્પિટલમાં દરમહિનાના પહેલા અને છેલ્લા દિવસોમાં મંગળથી રવિવાર સુધી રાખવામાં આવે તે માટે વિનંતી.

(૩) લોકસભા તથા વિધાનસભા વિગેરે ચુંટણીમાં બહેનોને જયાં રહેતી હોય ત્યાંથી વધુમાં વધુ ૧૦ કિ.મી.ની અંદર ચુંટણી વખતે ફરજ સોંપવામાં આવે.૧૦ કિ.મી.થી ઉપર નિમણુંક કરવામાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.બુથ લેવલ ઓફીસર અને કાયમી કસ્ટોડીયન તરીકે એક જ કર્મચારીને બે અથવા ત્રણ વર્ષથી વધુ સમય માટે નીમવામાં ન આવે. એક કર્મચારીએ એક વખત બે અથવા ત્રણ વર્ષ ફરજ બજાવી હોય ત્યારબાદ તેમને મુકત કરી અન્ય કર્મચારીને બુથ લેવલ ઓફીસર અને કાયમી કસ્ટોડીયન તરીકે નીમવામાં આવે.

(૪) પ્રિસાઇડીગ ઓફીસરનું કાર્ય ટૂંકુ, સરળ,ઝડપી થાય તે રીતે આધુનિક ઢબે તૈયાર કરવામાં આવે તેમજ જે બહેનોને ચુંટણી ફરજ વખતે બોલાવવામાં આવે ત્યારે તેઓને આગલા દિવસે એક કલાક અથવા ન બોલાવવામાં આવે અને જયારે ચુંટણી પુરી થાય ત્યારે ચુંટણી પુરી થવાના સમય બાદ તુરત જ ૩૦ મીનીટની અંદર તેમને મુકત કરવામાં આવે.કોઇપણ પ્રિસાઇડીંગ ઓફીસર બહેનોને ચુંટણી પુરી થયા બાદ લાંબા સમય સુધી રોકી ન રાખે.

(૫) બુથ લેવલ ઓફીસર અને કાયમી કસ્ટોડીયન તેમજ અન્ય ડોર ટુ ડોર કર્યા, તમામ પ્રકારના ચુંટણી કાર્ય, વસ્તી ગણતરી વિગેરે કાર્યો માત્ર પુરૂષ કર્મચારીને સોંપવામાં આવે.

(૬) બહેનોને ઉપરોકત કાર્યમાંથી મુકિત આપવામાં આવે કારણ કે હાલના સંજોગોમાં બહેનોને એકલી કોઇપણના ઘરે મોકલવી યોગ્ય ગણાય નહી, સલામતી કારણસર આ નિર્ણય લેવા વિનંતી છે.

(૭) જે નિવૃત કર્મચારી ભાઇઓ ધારાસભા, લોકસભા, કોર્પોરેશન વિગેરે ચૂંટણીમાં તેમજ બુથ લેવલ ઓફીસર તરીકે તથા વસ્તી કર્મચારી વિગેરે કાર્યો કરવા ઇચ્છે તો તેઓને તેઓની ઇચ્છા મુજબ ઉપરોકત કાર્યો સોંપવામાં આવે.

(૮) જો સરકાર અને રાજય અને કેન્દ્રિય ચુંટણીપંચ બેકારી ઘટાડવા તત્પર હોય તો ઉપરોકત કાર્યો બેકાર ગ્રેજ્યુએટ ભાઇઓને તેની જ શેરી અથવા તેના જ એરીયામાં સોંપવામાં આવે એટલે કે બુથ લેવલ ઓફીસર અને કાયમી કસ્ટોડીયન સહીતની કામગીરી જરૂરી બાહેંધરી લઇ સવેતન (આકર્ષક) કામગીરી સોંપવામાં આવે. ચુંટણી સંબંધિત ઓફીસનું કાર્ય, વસ્તી ગણતરી વિગેરે તેઓને સોંપવામાં આવે તો ભુલ વગર, ઝડપી, સરળ અને સસ્તી કામગીરી થશે.

(૯) તમામ સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ફળાઉ વૃક્ષો ઉછેરવામાં આવે અને  આ માટે જવાબદારી ફિકસ કરવામાં આવે. તમામ સરકારી હોસ્પિટલો તેમજ તમામ પોલીસ તંત્ર તથા અન્ય જાહેર જીવન સાથે જોડાયેલા કર્મચારી-અધિકારીઓને યોગ, ધ્યાન,પ્રાણાયામ, સારા સંસ્કાર, સાદગી, માનવતા, નિઃસ્વાર્થ સેવાની તાલિમ દર વર્ષે ઓછામાં ઓછા પાંચ દિવસ આપવામાં આવે. તેમાં શ્રેષ્ઠ તાલીમાર્થીઓને રોકડ પુરસ્કાર તથા એવોર્ડ આપવામાં આવે અને તમામ સરકારી હોસ્પિટલ વર્લ્ડ કલાસની બેસ્ટ હોસ્પિટલ તમામ સ્તરે બનાવવામાં આવે. તમામ સરકારી હોસ્પિટલ માનવતાને તથા નિઃસ્વાર્થ સેવાને નિરંતર પ્રાયોરીટી આપતી રહે તે માટે નવી અને આકર્ષક જવાબદારી ફિકસ કરી યોજના અમલી કરવા વિનંતી છે. તેમજ તમામ સરકારી હોસ્પિટલમાં ટોકનદરે સારામાં સારી સુવિધાઓ આપવામાં આવે, ફીડબેક ફોર્મ ભરાવવામાં આવે અને તેના ઉપર ગંભીરપણે ધ્યાન આપવામાં આવે.નિવૃત, સેવાભાવી, માનવતાવાદી ડોકટરો અને નર્સોની સેવા જરૂર પડયે લેવામાં આવે.

(૧૦) આધારકાર્ડ અને પાનકાર્ડ ફરજીયાત કોઇપણ ડીપાર્ટમેન્ટ, બેંક,વિગેરે માંગી ન શકે અને મરજીયાતપણે બેંક સહિત જે કોઇ ડીપાર્ટમેન્ટ માંગે તો તે માટે તેની જવાબદારી ફીકસ કરવામાં આવે. તેમજ જે રાજય સરકારના કાર્યક્ષેત્રમાં આવતું ન હોય તે સુચનો કેન્દ્ર સરકારને થ્રુ પ્રોપર ચેનલ મોકલવામાં આવે.

(૧૧) બે દિકરી અથવા એક જ સંતાન ધરાવનાર નિવૃત અને વર્તમાન કર્મચારીના એક સંતાનને સ્થાનિક સરકારી નોકરી, વિશેષ લાભો તથા છુટછાટ સાથે આપવામાં આવે. જેથી કરીને કુટુંબ નિયોજનને વિશેષ મહત્વ મળશે.

ઉપરોકત સુચનો છે. કોઇપણ પ્રકારની ફરીયાદ નથી. લોકમુખે ચર્ચાતી વિગતોને આધારે સુચનો કરેલ હોય, તેનો અમલ તુર્ત કરવામાં આવે તેવી વિનંતી છે.(૧.૪)

શાસ્ત્રી ઉમેશ ડી.પંડ્યા

૧-રૂડાનગર, પાણીના ટાંકા સામે,

વૃંદાવન મેઇન રોડ, કાલાવડ રોડ, રાજકોટ

(4:08 pm IST)