Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રાજકોટમાં કાયદો વ્યવસ્થા ખાડેઃ કોંગ્રેસ લાલઘુમ

એનએસયુઆઈના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યાના આરોપીને તાત્કાલીક ઝડપવા માંગઃ કમિશ્નરને આવેદન

રાજકોટ, તા. ૩૦ :. રાજકોટમાં કાયદો વ્યવસ્થા ખાડે ગયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન પત્ર પાઠવાયુ છે.

પોલીસ કમિશ્નરને આપવામાં આવેલ આવેદનમાં જણાવાયુ છે કે, રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી છે. લગભગ એકાંતરા ખૂનના બનાવો બને છે. મોટાભાગની બાબતોમાં દારૂનુ કારણ મુખ્ય હોય છે. રાજકોટમાં ખુલ્લેઆમ દારૂ બને છે અને વેચાણ પણ છે. પ્રજામાં એવી વાત આવે છે કે, દારૂ બનાવવાનું અને વેચવાનુ ખાતાની છત્રછાયા હેઠળ થાય છે. બાહોશ અધિકારી આ વાતથી કેમ અજાણ છે?

કોંગ્રેસે આવેદનપત્રમાં વધુમાં જણાવેલ કે વિદ્યાર્થી પાંખના મંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યામાં આરોપીઓને તાત્કાલીક અસરથી ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

પોલીસ કમિશ્નરને રજૂઆતમાં કોંગ્રેસના મહામંત્રી ડો. હેમાંગભાઈ વસાવડા, જીતુભાઈ ભટ્ટ, મોહનભાઈ સોજીત્રા, મનસુખભાઈ કાલરીયા, ધરમ કાંબલીયા, રાજુભાઈ આમરાણીયા, યુનુસભાઈ જુણેજા, યજ્ઞેશભાઈ જોશી, ભાવેશભાઈ ખાચરીયા, મનોજભાઈ શુકલ, કિશોરસિંહ જાડેજા, નાગજીભાઈ વિરાણી, સલીમભાઈ કારીયાણી, અનિલભાઈ જોશી, રાજુભાઈ જુંજા, મુકુંદભાઈ ટાંક, રજતભાઈ સંઘવી, સરલાબેન પાટડીયા, આદિત્યસિંહ ગોહિલ, રાજદીપસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલા, અમિતભાઈ પટેલ, હરપાલસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ સોલંકી, ઋતુરાજસિંહ રાણા, હરવિજયસિંહ વાળા, હર્ષદીપસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.(૨-૧૬)

(4:04 pm IST)