Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

શિક્ષણ- સંસ્કારના ઘડતર માટે ૧૦પ વર્ષથી કાર્યરત હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયનું સ્નેહમિલન

ક્ષત્રીય કુળ મે પ્રભુ જન્મ દિયો તો ક્ષત્રીય હિત મે જીવન બિતાઉ, ધર્મ કે કંટકાકીર્ણ મગ પર ધિરજ સે મેં કદમ બઢાઉ...નો સંકલ્પ લેતા પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ

રાજકોટ તા. ૩૦ : હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ભૂ.પૂ.વિદ્યાર્થી મંડળ-ટ્રસ્ટ રાજકોટનો વાર્ષિક સ્નેહમિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધારનાર પ્રતિભાઓને સન્માનીત કરવાનો સમારંભ તા.રપ/૧ર/ર૦૧૭ના ક.કા. ગુ.ગરાસીયા એસોસીએશનના પ્રમુખ અને પથ પ્રકાશ પ્રેરણા (માસીક)ના તંત્રી શ્રી પ્રવિણસિંહ જાડેજા-સોળીયાના અધ્યક્ષસ્થાને અને સંસ્થાને ગૌરવ અપાવનાર પૂર્વ વિદ્યાર્થી મહાનુભાવો સર્વ વનરાજસિંહ રાયજાદા, ચાંદીગઢ, (શિક્ષણશાસ્ત્રી અને પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ) ભરતસિંહ સરવૈયા (કેશવાળા) - વડોદરા (નિવૃત એ.સી.પી.અને નર્મદા નિગમ સિકયુરીટી એડવાઇઝર), જયેન્દ્રસિંહ ડી. ઝાલા (ખેરાળી)-વડોદરા (નિવૃત ડી.વાય.એસ.પી.અને પ્રમુખ સૌરાષ્ટ્ર-કચ્છ રાજપુત એસોસીએશન-વડોદરા), હરદેવસિંહજી રાઓલ (લાખાણકા)-લંડન (યુ.કે.રાજપુત સમાજ અગ્રણી અને દાતા), દિગ્વીજયસિંહ વાઘેલા (બકરાણા)-રાજકોટ (રીટાયર્ડ ડી.વાય.એસ.પી. અને મંડળના કારોબારી સભ્ય) ના અતિથી વિશેષ પદે યોજવામાં આવ્યો હતો.

૧૦પ વર્ષથી છાત્રોના શિક્ષણને અને સંસ્કાર ઘડતર ક્ષેત્રે કાર્યરત છાત્રાલયના પૂર્વ વિદ્યાર્થી મંડળના સરસ્વતી અને પ્રતિભા સન્માન કાર્યક્રમમાં રાજકોટની ખ્યાતનામ ધર્મેન્દ્રસિંહજી કોલેજના નિવૃત પ્રિન્સીપાલ ડો. ઇન્દ્રવદન આચાર્ય (ગાયત્રી ઉપાસક) સન્માનાર્થીઓને પ્રોત્સાહીત કરવા અને આશીર્વચન પાઠવવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી સર્વ મહોબતસિંહ ચુડાસમા-કોલકી હાલ-અમેરીકા, પૃથ્વીસિંહ જાડેજા-(ઘોઘુભાઇ) ઘંટેશ્વર (પ્રમુખ તા.પં. રાજકોટ અને અગ્રણી દાતા), નરેન્દ્રસિંહ જાડેજા-રાજપરા (સમાજ અગ્રણી અને શિક્ષણ શાસ્ત્રી), જયદીપસિંહ સરવૈયા-છત્રાસા (ડી.વાય.એસ.પી.-રાજકોટ ક્રાઇમ), એ.પી.જાડેજા (ડી. વાય. એસ.પી. એસીબી), કે.બી.ચુડાસમા, (ડી. વાય. એસ.પી. અમદાવાદ), નરેન્દ્રસિંહ જાડેજા (નિવૃત પો.ઇન્સ), મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલા (કોર્પોરેટર), માયાબા જાડેજા (ક્ષત્રીય મહિલા મંડળ-પ્રમુખ), પ્રો.રેખાબા રાણા(સૌરાષ્ટ્ર યુનિ.) અને ભગીની સેવા સંસ્થાના પ્રતિનિધિ બાશ્રી નયનાબા મંચ પર બિરાજમાન હતા.

કાર્યક્રમની શરૂઆત છાત્રાલયના છાત્રોની ''ક્ષત્રીય કુલ મે. પ્રભુ જન્મ દિયા તો...'' પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ત્યારબાદ મંડળના ઉત્સાહી કાર્યકરો દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પો (બુકે) દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મંડળના પ્રમુખ હરિશ્ચંદ્રસિંહજી જાડેજા (માખાવડ) દ્વારા મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત સમાજના અગ્રણીઓ, મહિલાઓ, ભૂ.પૂ. વિદ્યાર્થી ભાઇઓ ઉપસ્થિત સર્વેનું સંસ્થા વતી શબ્દો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાંં આવ્યું હતું. મંડળના કાર્યક્રમને પ્રોત્સાહીત કરવા આમંત્રણને માન આપીને પધારેલા અતિથિ વિશેષઓ, મંચસ્થ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી ભાઇઓ અને આમંત્રીત મહાનુભાવોને હાજરી આપવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા છાત્રાલય દ્વારા વધુને વધુ વિદ્યાર્થીઓ શિક્ષ્ણ સાથે ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે તેવા સંસ્થાના પ્રયત્નોમાં માર્ગદર્શન અને સહકાર આપતા રહેવા અપીલ કરી હતી.

ત્યારબાદ છાત્રાલયના છાત્રો દ્વારા ધમાકેદાર ''તલવાર રાસ'' રજુ કરવામાં આવેલ જેને સભાજનોએ આનંદથી માણ્યો હતો અને તલવાર રાસ રજુ કરનાર સર્વ ઉપેન્દ્રસિંહ ખોખરા, અભયજીતસિંહ લાંઠ, કરણસિંહ બારા, જયદિપસિંહ ચાવંડી, ઋતુરાજસિંહ તોરણીયા, વિજયસિંહ ખંભાળીયા, મેઘરાજસિંહ સણોસરા, પ્રતિપાલસિંહ ઝીંઝર અને રાજદીપસિંહ પીઠડ વગેરેને શાબાશી સાથે અભિનંદન પાઠવ્યા હતા છાત્રોએ ખુબજ ઉમંગ જોશ-હોશ સાથે તલવાર રાસ રજુ કરેલ જેની સૌએ કદર કરી હતી ત્યારબાદ મંડળના મંત્રી દૈવતસિંહ જાડેજા (ચાંદલી) એ મંડળનો સંક્ષિપ્ત અહેવાલ આપતા જણાવેલ કે મંડળ દ્વારા બોર્ડિંગના અને સમાજના યુવાનોને શિક્ષણ સાથે કારકિર્દિ માર્ગદર્શન માટે નિયમિત વર્ગ ચલાવવામાં આવે છે. રમત ગમત, લેખન, વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે યુવાનોના સમયને અનુરૂપ શિક્ષણ મળે તે માટે સૌના સાથ-સહકાર માર્ગદર્શન અપેક્ષિત છે તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર ર૩ પ્રતિભાનું મોમેન્ટો, તલવાર અને બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સરકારી ખાતાની પરીક્ષા પાસ કરીને બઢતી મેળવનાર રમત ગમત ક્ષેત્રે, સંચાલકઓ પ્રો.શૈલેન્દ્રસિંહ જાડેજા, વાવડી (ક્રાઇસ્ટ કોલેજ) અને પ્રો.શૈલેન્દ્રસિંહ જાડેજા-કોઠારીયા(આત્મીય કોલેજ), રાજકોટ

જિલ્લા રા.સ. સંકલન સમિતિમાં પ્રમુખ થવા બદલ શ્રી એન.ડી. જાડેજા (રાજપરા), યાર્ડના ડીરેકટર  એડવોકેટ રૂદ્રદતસિંહ -ફગાસ અને કોમ્પ્યુટર સેવા માટે નિર્મલસિંહ વણાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છાત્રાલયના નિષ્ઠાવાન ગૃહપતિ દિલુભા ચુડાસમાનું છાત્રો દ્વારા સંસ્થા દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૬પ તેજસ્વી તારલાઓને મહાનુભાવો દ્વારા મોમેન્ટો, સર્ટી અને રોકડ પુરસ્કાર આપી સન્માન કરી પ્રોત્સાહીત કર્યા હતાં.

આ પ્રસંગે છાત્રાલયના નિવૃત થતા ગૃહપતિશ્રી દિલુભા ચુડાસમા-ઝીંઝર આપેલ સેવા માટે ઋણ સ્વીકાર કરી ભાવનાશીલ વિદ્યાર્થીઓએ થેલી (એકત્ર કરેલ રકમ) અર્પણ કરી વંદના કરી હતી. આ ભાવવાહી પ્રસંગે  દિલુભા એ ધન્યતા અનુભવી હતી. વિદ્યાર્થીઓની ભાવનાને બિરદાવી હતી. તેમણે મળેલ થેલી મંડળને  અર્પણ કરી હતી.

ત્યારબાદ અતિથી વિશેષ  વનરાજસિંહજી રાયજાદા, ભરતસિંહ સરવૈયા અને ી હરદેવસિંહ રાઓલ અને જયેન્દ્રસિંહ ઝાલાએ પોતાના વકતવ્યોમાં જણાવેલકે અમારા જીવન વિકાસમાં સંસ્થાનું મોટું પ્રદાન છે. અમે જે કાંઇ  છીએ તે સંસ્થાને અને સંસ્થા ગૃહપતિઓના આભારી છીએ. છાત્રાલય આપણી માતૃ સંસ્થા છે. સંસ્થાએ આપણું જીવન ઘડતર કર્યુ છે તેનું યથાશકિત ઋણ ચુકવવું જોઇએ. સંસ્થા સાથેનો જીવંત સંપર્ક રાખી સંસ્થાને સમય સમય પર ઉપયોગી થવા અને ઉદાર દિલ થી તન, મન, ધન, થી યોગદાન આપવા પૂર્વ વિદ્યાર્થી ભાઇઓને અનુરોધ કર્યો હતો. સંસ્થાના ગૌરવ સમા ચારેય પૂર્વ વિદ્યાર્થી-મહાનુભાવોએ સંસ્થા અને છાત્રાલયના ગૃહપતિઓ  સજ્જનસિંહ ગોહીલ અને પ્રવિણસિંહ જાડેજાનો ઋણ સ્વીકાર કરીને ભાવ વંદના કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહીલા અગ્રણી સર્વશ્રી ગાયત્રીબા વાઘેલા, પ્રા. રેખાબા રાણાએ પ્રાસંગીક પ્રવચનોમાં સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ થાય, સમાજમાં શિક્ષણ અને સંસ્કાર આ છાત્રાલય દ્વારા મળતાં રહે તેવી ભાવના વ્યકત કરી સંસ્થાના અને મંડળનાં  કાર્યની સરાહના કરી કાર્યકરોને ધન્યવાદ પાઠવ્યા હતાં.

પ્રમુખ સ્થાને શ્રી પ્રવિણસિંહ જાડેજાએ જણાવેલ કે આજના પ્રસંગે સંસ્થાના જ પૂર્વ વિદ્યાર્થીઓએ પ્રમુખ સ્થાન અને અતિથી વિશેષપદ શોભવ્યું છે અને હાલના વિદ્યાર્થીઓએ ઉષ્મા અને ભાવભર્યો આદરમાન વ્યકત કરી સંસ્થાની પ્રગતિ માટે કામના પ્રગટ કરી તે બંધુત્વ અને સમજભાવનાની પ્રતીતી સમાન છે. તેમણે ઉપસ્થિત અતિથીઓનો પરિચય આપીને સંસ્થા અને સમાજ પ્રત્યેના તેમના ભાવ અને યોગદાન કેવા છે તે જણાવ્યું હતું. દર વર્ષે યોજાતા સ્નેહમિલન પ્રસંગે સૌ મોટી સંખ્યામાં હાજરી આપે તેવા પ્રયત્નો કરવાથી આપણી એકતા-સંગઠન-સંપ સુદ્રઢ બનશે. આજના પ્રસંગે હાજરી આપેલા સૌ વિદ્યાર્થી ભાઇઓ, આમંત્રીત મહાનુભાવો, મહિલા અગ્રણીઓ અને આમંત્રણને માન આપી ઉપસ્થિત રહીને પ્રેરણા આપવા બદલ અતિથી વિશેષશ્રીઓના અને પૂ. ઇન્દ્રવદન આચાર્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો. મંડળ દ્વારા વિદ્યાર્થીઓને  યોગ્ય સંસ્કાર સાથે શિક્ષણ મળે, શિક્ષણ સાથે રોજગારી મેળવવા માર્ગદર્શન અને પ્રેરણા મળે, સમાજમાં સમજભાવના સુદ્રઢ બને અને એ દ્વારા સમાજ અને રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવા યુવાનોનું ઘડતર થાય તેવા નિરંતર પ્રયાસો સંસ્થા દ્વારા ઉત્તરોત્તર બળવતર થયા કરે અને તેમાં સૌનું યોગદાન-સહકાર-માર્ગદર્શન મળતું રહે તેવી અભિલાષા વ્યકત કરી સૌનું અભિવાદન કર્યુ હતું.

અંતમાં મંડળના અગ્રણી સભ્ય પરબતસિંહજી -સુકી સાજડીયાળી દ્વારા કાર્યક્રમમાં હાજરી આપી તેને સફળ બનાવવા માટે સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી રઘુવીરસિંહ રાણા -પેઢડા અને બહાદુરસિંહ ઝાલા -રામપર  દ્વારા કરવામાં આવ્યું હતું. (૬.૧૯)

(4:03 pm IST)