Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

થોરીયાળીમાં કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા ગ્રામસભાઃ આંગણવાડી સ્મશાન-પાણી પ્રશ્ન ઉકેલાયા

ગામના મંદિર પાસે નાનો પૂલ બનાવવા કલેકટર દ્વારા પ લાખની ગ્રાંટ અપાઇ...

રાજકોટ તા. ૩૦ :.. કલેકટર ડો. વિક્રાંત પાંડે તથા જીલ્લા વિકાસ અધિકારી શ્રી પંડયા અને જિલ્લા પોલીસ અધિકારી શ્રી સુદ દ્વારા એક દિન એક ગામ હેઠળ પડધરી તાલુકાના થોરીયાળી ગામમાં રાત્રી ગ્રામ સભા કરી હતી અને ગામના પ્રશ્નો સાંભળ્યા હતાં. કલેકટરશ્રીએ ગામમાં આંગણવાડી માટે જમીન ફાળવવા માટેની જાહેરાત કરી હતી તથા મંદિર પાસે નાનો પુલ બનાવવા માટે રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. ગામમાં તમામ ઘરોમાં શૌચાલય બની જાય તેવું આયોજન કરવા માટે ગ્રામ પંચાયતને સુચના આપી હતી.

દરમિયાન ગઇકાલે યોજાયેલ રાત્રી સભા અંગે વિગતો આપતા કલેકટરે ઉમેર્યુ હતું કે ગામમાં સ્મશાનનો પ્રશ્ન પણ ઉકેલાયો છે, આ માટે પણ ગ્રાંટ ફાળવાઇ છે. આ ઉપરાંત પાણી-આવાસ યોજના અંગે સમીક્ષા કરાઇ હતી.

દરમિયાન આ આગેવાનો પરષોતમભાઇ વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતાં.

દરમિયાન કલેકટરે ઉમેર્યુ હતું કે પડધરી તાલુકાના ૧૩૬ ગામનું પ્રમોલગેશન કરી લેવાયું છે, હવે અન્ય તાલુકા અંગે પણ કામગીરી આગળ વધારાશે. (પ-ર૦)

 

(4:02 pm IST)