Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

સિવિલ હોસ્પિટલના આંકડા મદદનીશ જે. ડી. બુધેલીયાને અપાયું નિવૃતિ વિદાયમાન

પંડિત દિનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં આંકડા મદદનીશ તરીકે ફરજ બજાવતાં વર્ગ-૩ના કર્મચારી જે. ડી. બુધેલીયા આજે ૫૮ વર્ષની વય પૂર્ણ કરતાં હોઇ તેમનો નિવૃતી વિદાયમાન યોજાયો હતો. જે.ડી. બુધેલીયાને શરતોને આધીન નિવૃત કરવા આદેશ કરાયો છે. તેમની સામે કોઇ ખાતાકીય તપાસ, વિજીલન્સ તપાસ કે ફરિયાદ ચાલુમાં કે પડતરમાં હશે તો નિવૃતી બાદ પણ ફરજ ચાલુ રહેશે. મુળ અમરેલીના ઇશ્વરીયા ગામના વતની જે. ડી. બુધેલીયાએ નોકરીની શરૂઆત અમરેલી જીલ્લાના રાજુલાની સરકારી હોસ્પિટલથી કરી હતી. ૨૦૦૦ની સાલથી તે રાજકોટ સિવિલમાં ફરજ બજાવતાં હતાં. આજે તેમને તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, રેડિયો લોજીસ્ટ વિભાગના ડો. અંજનામેડમ ત્રિવેદી અને ઓફિસ સ્ટાફે સાફો પહેરાવી, શાલ ઓઢાડી સન્માન કરી નિવૃતી વિદાયમાન આપ્યું હતું.

(3:59 pm IST)