Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

સફળતા ઇચ્છીત મળે તે કર્મ ફરી કરવા પ્રેરાય

જ્ઞાનના પ્રકાશથી અવિવેકરૂપી અંધકાર દુર થાય છેઃ પૂ. વિદિતાત્માનંદજી

 રાજકોટઃ તા.૩૦, રાષ્ટ્રીય શાળાના પ્રાર્થના ખંડમાં વેદાંત વિચાર વર્તુળ દ્વારા  યોજાયેલ અધ્યાત્મ જ્ઞાનયજ્ઞમાં પૂ. સ્વામી વિદિતાત્માનંદજી દ્વારા ગીતા પર અપાયેલ પ્રવચનનો ટુંકસાર આ મુજબ છે. તેઓએ જણાવેલ કે કર્મ જન્મની કામનાઓ છે. કામનાની જન્મી અજ્ઞાન, ઉણપ, અધુરૂપ છે. પણ  કર્મ દ્વારા જે ઉપજે-મળે-તે મર્યાદીત જ હોય. પછી તે ગમે તેવી સિધ્ધીઓ હોય, બ્રહ્મલોક મળ્યાની પણ સિધ્ધી હોય છતાં તે મર્યાદીત નશ્વર જ રહેવાની જ. જેથી માનવની અનંત સુખની ઇચ્છા પુરી થતી નથી. તે પુરી કરવા વિવેકની જ્ઞાનની આવશ્યકતા છે.

કમાનાના કારણે રાગદ્રેષ થાય તે મુજબ કર્મ થાય જે બંધનું કારણ જ્ઞાનના પ્રકાશથી અવિવેક રૂપી અંધકાર દુર થાય છે. આપણે બધા માટે રાગદ્રેષ થાય. હું મારે આત્મા માટે કયારેય રાગદ્રેષ ન હોય.

કર્મ ફળ મેળવવા થાય છે. પણ કર્મનું ફળ પોતે નક્કી કરી શકતું નથી. શું મળશે કયારે મળશે તે બધું માત્ર સર્વશકિતમાન સર્વજ્ઞ ઇશ્વર જ નકકી કરે છે. સફળતા ઇચ્છીત મળે તે કર્મ ફરી કરવા પ્રેરાય છે. ને નિષ્ફળતા મળે તો નિરાશ થાય છે. પ્રયાસ પણ છોડી છે. પણ કર્મ કરવામાં કયાં કચાશ રહી તે તપાસતો પણ નથી ને દુઃખી થયા કરે છે.

જગત ઇશ્વરનું સર્જન છે એવું વિષમ પ્રમાણે જ થયેલ છે.  તે પછી પણ જે થાય છે તે પણ વિષય પ્રમાણે જ થાય છે. એની આજ્ઞાથી બીજા બધા કર્મ કરતા થાય છે તેથી જ બધું વ્યવસ્થિત દેખાય છેે જે ઇશ્વર છે તેથી જ બધું વિષમમાં છે. (૪૦.૬)

(3:54 pm IST)