Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

નવા વર્ષમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે : જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થશે

તા.૧ જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ : પારો ગગડશેઃ ન્યુનતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે : વાતાવરણ સુકુ રહેશે : જીરૂના પાકને ફાયદો

રાજકોટ, તા. ૩૦ : હાલ અમુક સેન્ટરો સિવાય ઠંડી નોર્મલ તાપમાન આસપાસ જોવા મળે છે. આ વખતે જોઈએ તેવી ઠંડી પડી નથી. પરંતુ નવા વર્ષના પ્રારંભના દિવસોમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે. ન્યુનતમ અને મહત્તમ એમ બંને તાપમાનમાં ઘટાડો જોવા મળશે. વાતાવરણ સૂ કુ બનશે. આવતુ આખુ અઠવાડીયુ ઠંડીનો કહેર રહે તેવી સંભાવના છે. રાજય ના ઘણા ભાગોમાં શરૂઆત ના અને પાછલા દિવસોમાં ઠંડી નુ પ્રમાણ નોર્મલ થી સામાન્ય નીચુ જોવા મળ્યું  હતું. ટુંકમાં કયાંક ઉચ્ચતમ અને ન્યુનતમ તાપમાન નોર્મલ તો કયાંક ૨ ડીગ્રી નીચું તો કયાંક ૨ ડિગ્રી ઉચું  તાપમાન જોવા મળ્યું .અમુક વિસ્તાર માં તાપમાન નોર્મલ ઘણુ નીચુ જોવા મળ્યું.વાતાવરણ પણ એકદમ સ્વચ્છ જોવા મળ્યું હતું.

તા.૪ અને ૫ જાન્યુઆરીના જમ્મુ કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બરફવર્ષા થશે. તેમજ ઉતર ના સાનુકૂળ પવનો ની સયુંકત અસર થી સારી  ઠંડી નો માહોલ જોવા મળશે.તા.૧ થી ૭ જાન્યુઆરી સુધી ઠંડી જળવાશે. રાજયભરના વિસ્તારોમાં  તાપમાન નોર્મલથી સામાન્ય નીચું તો કંયાક વધુ નીચું રહેશે. તા.૨ના  ન્યુનતમ તાપમાન સૌથી નીચું રહેશે તેમજ ઉચ્ચતમ તાપમાન ક્રમાનુસાર ઘટતુ જશે. રાજયના દ્યણા ભાગ ના વિસ્તારો મા મોડી રાત્રે અને સવારે  ઠંડી ના ધ્રજારા થી બચવા બહાર નીકળવા નું ટાળશે. મુખ્યત્વે વાતાવરણ સુંકુ અને સ્વચ્છ રહેશે.  પ્રતીકૂળ પવન  નીચો હોવાથી ઝાકળ વર્ષાની હાલ કોઇ શકયતા જણાતી નથી.ં જીરૂના પાક માટે સારૂ અનૂકુળ વાતાવરણ રહેશે.

ઠંડીનો સારો રાઉન્ડ આવશે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ તા. ૮ જાન્યુ.  જમ્મુ કશ્મીર પર છવાશે. (મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ) છવાશે. તા.૮માં પક્ષિમી પવન થતા ઝાકળ વર્ષા ની શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થી ઠંડીનુ મોજુ ફરી વળશે તેવુ હાલ જણાય છે.(૩૭.૨)

(11:27 am IST)