Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

BSNL દ્વારા લેન્ડલાઇનમાં ફ્રી નાઇટ કોલીંગ ટાઇમમાં ૨II કલાકનો ઘટાડો કર્યોઃ હવે રાત્રે ૧૦IIથી સવારે ૬

ખર્ચામાં જબરા કાપના એંધાણઃ ૨૯૯નો પ્લાન ચાલુ હોવાનો નિર્દેશ

રાજકોટ તા. ૩૦ : બી.એસ.એન.એલ. દ્વારા લેન્ડલાઇન ટેલીફોન સેવામાં ફ્રી નાઇટ કોલીંગના ટાઇમમાં ૨II કલાકનો ઘટાડો કરી નાખવા તંત્ર હવે ખર્ચમાં જબરો કાપ મૂકી રહ્યાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

આ અંગે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ બી.એસ.એન.એલ. દ્વારા અત્યાર સુધી લેન્ડલાઇન ટેલીફોન સેવામાં રાત્રે ૯થી સવારે ૭ સુધી ફ્રી કોલીંગની સુવિધા આપતી હતી પરંતુ હવે ખર્ચમાં ઘટાડો કરવાના ઇરાદે ટેલીફોન તંત્રએ તા. ૨૯ ડિસેમ્બરથી ફ્રી કોલીંગનો ટાઇમ ૨II કલાક ઘટાડી દિધો છે.

હવેથી રાત્રે ૧૦IIથી સવારે ૬ સુધી લેન્ડલાઇન પર ફ્રી કોલીંગ થઇ શકશે.  જોકે રવિવારે આખો દિવસ ફ્રી કોલીંગની યોજના ચાલુ રખાઇ છે. ઉપરાંત રૂ. ૨૯૯નાં પ્લાનમાં મોબાઇલ નેટવર્ક અને લેન્ડલાઇનમાં સમગ્ર ગુજરાતમાં ફ્રી કોલીંગનો પ્લાન પણ યથાવત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.(૨૧.૧૩)

(11:27 am IST)