Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રાજકોટથી કાલાવડ રોડ પહોળો અને મજબૂત બનાવાશે પોરબંદર નેશનલ હાઇવે પર રેલ અંડર બ્રિજ બનશે

રાજયમાં ૩૭ માર્ગો માટે ૭૮૦ કરોડનો ખર્ચ મંજુરઃ મનસુખ માંડવીયા

અમદાવાદ તા. ર૯ : રાજયમાં નવી સરકાર રચાવાની સાથે જ કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂ.૭૮૦.૦૭ ના કરોડના ખર્ચે જુદા-જુદા ૩૭ માર્ગો અને ૧ રેલ્વે અંડરબ્રીજ બનાવવાની મંજુરી આપવામાં આવેલ છે. કેન્દ્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ હાઇવે, શીપીંગ, કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખભાઇ માંડવિયાએ આ અંગે જરૂર માહિતી આપેલ છે.

ગુજરાત રાજયમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના જુદા જુદા ૧૬ માર્ગોની કુલ ૩૧૧.૪પ કી.મી.લંબાઇનું વિસ્તૃતીકરણ અને મજબુતીકરણ રૂ.૪૭૮.૩૯ કરોડના ખર્ચે તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના જુદા જુદા ર૧ માર્ગોની કુલ ૩પ૧.૮૬ કી.મી. લંબાઇનું વિસ્તૃતીકરણ અને મજબુતી કરણ ર૯૮.૬૮ કરોડના ખર્ચેહાથ ધરવામાં આવશે આ ઉપરાંત પોરબંદર ખાતે નેશનલ હાઇવે પર રૂ.૩ કરોડના ખર્ચે અંડરબ્રીજ બનશે.

જે માર્ગોનું કામ હાથ ધરવામાં આવનારા છે તેની યાદી નીચે મુજબ છે.

સૌરાષ્ટ્રને લાગુ પડતા જે કામ મંજુર થયા છે તેમાં ભાવનગર-કોલીયાલ, સોસીયા, માર્ગનું મજબૂતીકરણ, રાજકોટ-કાલાવડ માર્ગનું વિસ્તુતીકરણ અને મજબુતીકરણ (રર કી.મી. રપ કરોડ ખર્ચ), કુતિયાણા, દેવડામાર્ગ વિસ્તૃતીકરવણ અને મજબુતીકરણ, હળવદ માર્ગનું મજબુતીકરણ-વિસ્તૃતિકરણ, લીંબડી, ધંધુકા માર્ગનું મજબુતીકરણ વગેરનો સમાવેશ થાય છે.

(11:20 am IST)