Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

મહિકાના પાટીયે રિક્ષા પલ્ટી જતાં પાંચ બહેનના એક જ ભાઇ ગઢકાના રમેશભાઇ ચમારનું મોત

ધંધો પુરો કરી ઘરે જતા'તા ને રસ્તામાં કાળ ભેટી ગયોઃ બથવાર પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૩૦: આજીડેમ ચોકડીથી આગળ ભાવનગર રોડ પર મહિકાના પાટીયા પાસે સાંજે રિક્ષા પલ્ટી ખાઇ જતાં ચાલક ગઢકાના ચમાર આધેડનું મોત નિપજ્યું છે. મૃતક પાંચ બહેનના એકના એક ભાઇ હતાં. બનાવથી સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગઢકા રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં રમેશભાઇ જીવાભાઇ બથવાર (ઉ.૪૫) સાંજે પોતાની રિક્ષા હંકારી ધંધો પુરો કરી ઘર તરફ જઇ રહ્યા હતાં ત્યારે મહિકાના પાટીયા પાસે પહોંચતા રિક્ષા પલ્ટી મારી જતાં રમેશભાઇને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રમેશભાઇ પાંચ બહેનથી મોટા હતાં અને એકના એક ભાઇ હતાં. સંતાનમાં બે પુત્રો ભાવેશ (ઉ.૨૨) અને ચિરાગ (ઉ.૧૭) છે. તેમના પત્નિનું નામ સવિતાબેન છે. ઘરના મોભીના મોતથી બથવાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(10:18 am IST)