Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મનપા દ્વારા વી.જે. મોદી સ્કુલમાં તાલીમ કાર્યક્રમ યોજાયો

મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ – ૨૯નાં રોજ વી.જે. મોદી સ્કુલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે  વેસ્ટ સેગ્રીગેશન તથા હોમ કમ્પોસ્ટીંગ બાબતે સ્કુલના વિદ્યાર્થીઓ માટે તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવેલ.  આ તાલીમ થકી શાળાના વિધાર્થીઓમાં ધરમાં ઉત્પન્ન થતા સુકા તેમજ ભીના કચરાને કઈ રીતે અલગ રાખવો તેમજ શાક-ભાજી,ખાદ્ય સામગ્રી તેમજ ફૂલ-છોડના પાંદડા વિગેરેના કચરાનું ઘરમાં જ ખાતર કઈ રીતે બનાવવું તે અંગેની વિસ્તૃત માહિતી/સમજણ KPMGનાં CONSULTANT શ્રી દીપલભાઈ કાથડ દ્વારા આપવામાં આવેલ. આ પ્રસંગે શ્રી વી.જે. મોદી સ્કુલના ટ્રસ્ટી શ્રી રશ્મિકાંત મોદી તેમજ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અંતર્ગત રાજકોટ શહેરનાં  સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર  તરીકે નિયુકત કરવામાં આવેલ છે તેમજ સ્કુલના પ્રિન્સીપાલ શ્રી ઝાલા સાહેબ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના આસી.મેનેજર શ્રી મનીષભાઈ વોરા, સેનિટેશન ઓફિસર શ્રી કે.બી. ગોંડલિયા અને શ્રી એસ. જે. જાખણીયા તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ  અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:44 pm IST)