Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રેલ્વે જંકશનમાં રીક્ષાઓને પેસેન્જરને મુકવાની છૂટ આપોઃ રજૂઆત

આ અંગે યોગ્ય કરવા પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણીએ રાજકોટ ડિવીઝનના ડી.આર.એમ.ને પત્ર પાઠવ્યો

રાજકોટઃ. રીક્ષાઓને રેલ્વે સ્ટેશનના કેમ્પસમાં પેસેન્જરને મુકવાની છૂટ આપવા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણીએ રાજકોટ રેલ્વેના ડીઆરએમને પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આ અંગે પૂર્વ કોર્પોરેટરોએ પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, કોરોના પહેલા દરેક રીક્ષાવાળા રેલ્વેના પેસેન્જરને અંદર સુધી મુકવા આવતા હતા પરંતુ થોડા સમય પહેલા કોરોનાની મહામારી આવતા આ તમામ રીક્ષાવાળાઓને રેલ્વેના કેમ્પસની અંદર આવવાની આર.પી.એફ. દ્વારા મનાઈ કરવામાં આવેલ હોય જેના કારણે રેલ્વેમાં આવતા સીનીયર સીટીઝન, દિવ્યાંગ કે અન્ય કોઈ અન-ફીટ યાત્રીઓ કે જે ચાલી શકતા ન હોય તેવા વ્યકિતઓને રેલ્વે સ્ટેશનની બહાર સામાન લઈ જવુ ખૂબ મુશ્કેલ થતુ હોય તેમજ ઘણીવાર યાત્રી ટ્રેનના સમય પર પહોંચતા હોય તેઓ ઘણીવાર રીક્ષા અંદર સુધી ન  આવતા ટ્રેન મીસ કરવાનો વારો પણ આવતો હોય પરંતુ હાલના સંજોગોમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોય તેમજ પ્રાઈવેટ વાહનો કેમ્પસમાં આવતા જતા હોય છે, પરંતુ ફકત રીક્ષાવાળા જ આવી શકતા ન હોય તો આ સર્વે યાત્રીઓની સુખાકારીને ધ્યાને લઈ રીક્ષાવાળાને રેલ્વે સ્ટેશનના કેમ્પસમાં પેસેન્જરને તેડવા-મુકવા આવવા દેવાની મંજુરી આપવા પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણીએ માંગ કરી છે.

(3:38 pm IST)