Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

સહકારી પ્રકાશન-મુદ્રણાલય વ્યવસ્થાપક કમીટીમાં નિમણુંક

રાજકોટઃ રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લી. રાજકોટની વ્યવસ્થાપક કમિટીની ચેરમેન, વાઇસ ચેરમેન તથા મેનેજીંગ ડિરેકટરની બીન હરીફ વરણી થયેલ. પૂર્વ કેબીનેટ મંત્રી તથા રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાએ ચેરમેન તરીકે રવજીભાઇ હીરપરા, વાઇસ ચેરમેન તરીકે મહેન્દ્રસિંહ ઝાલા તથા મેનેજીંગ ડિરેકટર તરીકે ધીરૂભાઇ ધાબલિયાની વરણી જાહેર કરતા ઉપસ્થિત કમિટીના સભ્યો, રાજકોટ દૂધ ડેરીના ચેરમેનશ્રી ગોરધનભાઇ ધામેલીયા, રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકનાં એમ.ડી. ઘનશ્યામભાઇ ખાટરીયા તથા બેંકના જનરલ મેનેજરશ્રી સખીયા વગેરેએ વરણી થયેલ હોદ્દેદારોશ્રીને અભિનંદન સહ શુભ કામના પાઠવેલ હતી. તેમ કમલેશભાઇ મોદીની યાદીમાં જણાવેલ છે.

(2:51 pm IST)